Offer Red lead to Ganpati gives blessing to person
  • Home
  • Astrology
  • ગણપતિને સિંદૂર ચઢાવવાથી ઘરમાં નહિં થાય નકારાત્મક શક્તિનો પ્રવેશ

ગણપતિને સિંદૂર ચઢાવવાથી ઘરમાં નહિં થાય નકારાત્મક શક્તિનો પ્રવેશ

 | 1:54 pm IST

ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું વિશેષ મહત્વ છે. ભારતમાં અનેક ભાગોમાં તેનાથી માંગ પૂરવામાં આવે છે. તે સૌભાગ્યનું પ્રતિક છે તો સાથે સાથે પૂજામાં પણ તેનો વિશેષ ઉપયોગ થાય છે. ગણપતિ બાપ્પાને પણ સિંદૂર પ્રિય છે. તો હનુમાનજીને પણ સિંદૂર ચઢે છે. એ વાત જગજાહેર છે કે સતી સીતા પોતાની માંગ સિંદૂરથી પૂરતા હતા ત્યારે હનુમાનજી પહોંચચી ગયા હતા. દેવી સીતાને પૂછ્યું હતું કે તમે આમ શા માટે કરો છો ત્યારે દેવી સીતાએ કહ્યું હતું કે મારા પતિના આયુષ્ય માટે અને સૌભાગ્ય માટે આમ કરું છું. ત્યારે હનુમાનજી આખા શરીરે સિંદૂર લગાડીને આવી ગયા હતા અને કહ્યું હતું કે મારા પ્રભુ માટે હું આમ કરુંછું. ત્યારે રામજી પ્રસન્ન થઈ ગયા હતા. તેમણે હનુમાનજીને અમરત્વનું વરદાન આપી દીધું હતું.

સિંદૂરનો ઉપયોગ પૂજામાં કરવાથી સુખ, સૌભાગ્ય અને સંપન્નતાનું પ્રતિક માનવામાં આવે છે. જો ખાસ રીતે સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે તો તેના જાદૂઈ પ્રભાવની અનુભૂતિ કરી શકાય છે.

ગણપતિને સિંદૂર ખુબ જ પસંદ છે. તેથી તે સિંદૂરવર્ણા તરીકે પણ પ્રસિદ્ધ છે. શુભ કાર્યોમાં તે હમેંશા સિંદૂરવર્ણા બનીને હાજર રહે છે. તમામ પ્રકારના સુખ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે. સિંદૂર પતિને દીર્ઘાયુ આપે છે. નસીબમાં રાતોરાત પલટો લાવી શકે છે.

ગણપતિને સિંદૂર ચઢાવવાથી ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થતો નથી.

ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂર અને સરસવના તેલના ચાંદલા કરવા. તેનાથી ઘરમાં કોઈ ખરાબ શક્તિઓ પ્રવેશી નહીં શકે.

તેનાથી વાસ્તુદોષનું પણ નિવારણ થઈ જશે.

ગણપતિને સિંદૂર ચઢાવવાથી મંગળદોષની પીડામાંથી મુક્તિ મળે છે.


હનુમાનજીને ચમેલીના તેલ મિશ્રિત સિંદૂર ચઢાવવાથી મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે. શનિદોષમાંથી છૂટકારો મેળવવા માટે શનિવારે હનુમાનજીને ચોલા ચડાવવો અને તેમના જમણા પગ પરથી સિંદૂર લઈ અને માથા પર લગાવો.