Offering a lift under Article 66 of the Motor Vehicle Act 1988 is a crime.
  • Home
  • Business
  • હવે ભૂલથી પણ કોઇને ના આપતા લિફ્ટ, ટ્રાફિક પોલીસ ફટકારશે આકરો દંડ

હવે ભૂલથી પણ કોઇને ના આપતા લિફ્ટ, ટ્રાફિક પોલીસ ફટકારશે આકરો દંડ

 | 6:10 pm IST

મોટર વ્હિકલ એક્ટને લઇ પોલીસે ખુબ જ કડક વલણ અપનાવ્યું છે અને નિયમનું ભંગ કરનારા લોકો પાસેથી ખુબ મોટો દંડ પણ વસૂલી રહી છે. આવામાં નાની ભૂલના કારણે પણ તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. શું તમે જાણો છો કે, કોઇ અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી પણ ગેરકાયદે છે? જી હાં, ભવિષ્યમાં કોઇ પણ અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી તમને ભારે પડી શકે છે. મોટર વ્હિકલ એક્ટ 1988ની કલમ 66 અંતર્ગત આવું કરવું ગેરકાયદે છે. જો તમે કોઇ અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપો છો તો માનવામાં આવે છે કે તમે તમારા પ્રાઇવેટ વાહનનું ઉપયોદ કોમર્ષિયલ વાહન તરીકે કરી રહ્યા છો. આ માટે કલમ 192 (A)માં દંડ અને સજાનું પ્રાવધાન છે.

જો તમે તમારા પ્રાઇવેટ વાહનમાં કોઇ અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપો છો અને ટ્રાફિક પોલીસ તમને પકડી લે છે તો પ્રાઇવેટ વાહનના લાઇસન્સનો કોમર્શિયલ ઉપયોગ કરવાનો આરોપ લાગશે. આ અંતર્ગત તમારા પર 2 હજાર રૂપિયાથી લઇ 5 હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. માત્ર આટલું જ નહી જો તમે ફરીથી આવું કરતા ઝડપાયા તો દંડની રકમ ડબલ થઇ જશે મતલબ તમારે 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

જોકે કોઇ વ્યક્તિ બીમાર છે અથવા મેડિકલ ઇમરજન્સી છે તો તમે તમારા પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરી શકો છો. આવામાં તમારા વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહિ કરવામાં આવશે નહી. પરંતુ આ દરમિયાન તમારે 7 દિવસની અંદર રિઝનલ ટ્રાંસપોર્ટ ઓથોરિટીને વાતની જાણકારી આપવાની રહેશે. હાલમાં જ આવો એક મામલો મુંબઇમાં સામે આવ્યો છે જ્યાં નીતિન નાયર નામના એક વ્યક્તિને પ્રાઇવેટ વાહનમાં 3 અજાણ્યા લોકોને લિફ્ટ આપી હતી. જેના કારણે મુંબઇ ટ્રાફિક પોલીસે તેને દંડ ફટકાર્યો હતો.

આ વીડિયો પણ જુઓ : શિક્ષીકાઓએ સતત બીજા દિવસે કામનો બહિષ્કાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન