NIFTY 9,440.10 +39.20  |  SENSEX 30,308.74 +120.59  |  USD 64.1150 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • આ રીતે સિલેક્ટ કરો ઓફિસમાં પહેરવાની જ્વેલરી, જે લાગશે એકદમ મસ્ત

આ રીતે સિલેક્ટ કરો ઓફિસમાં પહેરવાની જ્વેલરી, જે લાગશે એકદમ મસ્ત

 | 2:14 pm IST

જ્વેલરી એક એવી એસેસરી છે જે દરેક સ્ત્રીને પહેરવી ગમતી હોય છે. ભાગ્યે જ કોઈ એવું મળશે જે રોજિંદા જીવનમાં એકાદ નાની જ્વેલરીનો પીસ પણ નહીં પહેરતા હોય. જો કે આજકાલ ઘણી છોકરીઓને જ્વેલરી ઓફિસમાં પહેરવી હોય છે પણ તેઓ તે વાતને લઇને અનેક ઘણી મુંઝવણમાં હોય છે કે શું પહેરાય અને શું નહિં. આમ જો તમે પણ આ પ્રોબ્લેમ્સમાંથી પસાર થઇ રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે.

સિમ્પલ રહો
જ્વેલરીનો દરેક પીસ ખૂબ જ સિમ્પલ હોય એનું ધ્યાન રાખો. ખૂબ મોટી કે કોમ્પ્લીકેટેડ ડિઝાઇનોને બાજુ પર મૂકો અને સાદી પરંતુ સુંદર દેખાતી ડિઝાઇનો સિલેક્ટ કરો. અહીં સમાવેશ થઈ શકે છે બેઝિક સોનાની પાતળી ચેઇનનો, ચાંદીના લાઇટવેઇટ નેકપીસનો અથવા મોતીના ઈયર રિંગનો. ડાયમન્ડના સ્ટડ પણ ફોર્મલ લુક સાથે સારા લાગશે.

કલર કોમ્બિનેશન
કલર સ્ટોનની મોટી જ્વેલરી અહીં નથી પહેરવાની, પરંતુ ઓફિસવેઅર સાથે રંગીન સ્ટોન સાથે ડાયમન્ડ જડેલી જ્વેલરી પહેરી શકાય. અહીં જેવા કલરનો ડ્રેસ પહેર્યો હોય એવા જ કલર સ્ટોનની જ્વેલરી પહેરવી બેહૂદી લાગશે, પરંતુ કલર કોન્ટ્રાસ્ટ અને કલર બ્લોકિંગનો ફન્ડા અહીં કામ કરે છે.

સિગ્નેચર પીસ
કોઈ એક જ્વેલરી પીસ એવો રાખો, જે તમારી સિગ્નેચર સ્ટાઇલ બની જાય. તમારા આખા લુકમાં આ એક જ્વેલરીનો પીસ હાઇલાઇટ થતો હોવો જોઈએ. મોટી રિંગ્સ કે ડાયમન્ડની સ્ટેટમેન્ટ રિંગ રોજ પહેરો અને એ તમારી ઓળખ બની જશે. આ રીતે જ્વેલરી પહેરવાથી તમારી સ્ટાઇલમાં એક તટસ્થતા આવશે.

ક્લાસી ટચ
ડાયમન્ડ જ્વેલરીની ખાસિયત એ છે કે, ફોર્મલવેઅર, પાર્ટીવેઅર અને ટ્રેડિશનલવેઅર એમ ગમે એ પ્રકારનાં કપડાં સાથે સારાં લાગે છે. બોરિંગ લાગતાં ઓફિસ આઉટફિટ સાથે નાજુક એવી ડાયમન્ડની જ્વેલરી સુંદર લાગે છે. જોકે મોટા અને આકર્ષણનું કેન્દ્ર બને એવા ડાયમન્ડના પીસ પાર્ટીવેઅર સુધી સીમિત રાખો, પરંતુ સિમ્પલ ડાયમન્ડ પેન્ડન્ટ અને સિલ્વર અથવા વાઇટ ગોલ્ડની ચેઇન તેમ જ ઈયર રિંગ સારા લાગશે.

1