ઓફિસર્સ મેશ, ઇવેન્ટનાં આયોજનો રદ કરવાના પ્રસ્તાવથી સેનાનાં ભવાં ખેંચાયાં - Sandesh
  • Home
  • India
  • ઓફિસર્સ મેશ, ઇવેન્ટનાં આયોજનો રદ કરવાના પ્રસ્તાવથી સેનાનાં ભવાં ખેંચાયાં

ઓફિસર્સ મેશ, ઇવેન્ટનાં આયોજનો રદ કરવાના પ્રસ્તાવથી સેનાનાં ભવાં ખેંચાયાં

 | 12:10 am IST

। નવી દિલ્હી ।

ભારતીય સેનામાં રિર્સોિસઝનો ઉપયોગ સુનિયોજિત કરવા સૂચવાયેલાં પગલાંએ સેનાનાં વર્તુળોનાં ભવાં ચડાવ્યાં છે. સૂચવાયેલા પ્રસ્તાવોમાં નવી દિલ્હીમાં ૧૫મી જાન્યુઆરીના રોજ યોજાતી આર્મી ડે અને ૯ ઓક્ટોબરના રોજ યોજાતી ટેરિટોરિયલ આર્મી ડે પરેડો રદ કરવા, બ્રાસ બેન્ડ અને ક્વાર્ટર ગાર્ડ જેવી પરંપરાગત વ્યવસ્થાઓ, ઓફિસર્સ મેશ અને પીસ સ્ટેશનોમાં સીએસડી કેન્ટીન બંધ કરવા, પ્રજાસત્તાક પરેડ અને બીટિંગ રિટ્રીટમાં આર્મી બેન્ડની સંખ્યા ઘટાડીને ૧૮ કરવા,  વિજય દિવસ અને કારગિલ દિવસની ઉજવણી નાના પાયે કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.

લે. જનરલથી ઉપરના અધિકારીઓને જ રેસિડેન્શિયલ ગાર્ડ

સેનાના અધિકારીઓને અપાતી રેસિડેન્શિયલ ગાર્ડની સુવિધા ઘટાડીને ૪ ગાર્ડ સુધી કરવાનું સૂચન કરાયું છે. તેમાં પણ ફક્ત લે. જનરલ અને તેમનાથી ઉપરની રેન્કના અધિકારીઓને જ આ સુવિધા અપાશે. અન્ય સ્ટેશનની મુલાકાતે જતા સેનાધ્યક્ષ, નાયબ સેનાધ્યક્ષ અને આર્મી કમાન્ડરોને રાત્રી રોકાણ દરમિયાન જ રેસિડેન્શિયલ ગાર્ડની સુવિધા અપાશે.

મલ્ટિપલ મેશનાં સ્થાને એક જ મેશ રાખવાનો પ્રસ્તાવ

પીસ સ્ટેશનોમાં હાલ મલ્ટિપલ ઓફિસર્સ મેશ ચાલે છે તેમને બંધ કરીને ફક્ત એક જ મેશ ચાલુ રાખવાનો પ્રસ્તાવ મુકાયો છે.  સ્ટેશન ઓફિસર્સ મેશ બંધ કરવાની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરાશે. ઓફિસર્સ મેશની જેમ એક સ્ટેશનમાં દરેક યુનિટ માટેની સીએસડી કેન્ટીન હટાવીને એક જ સીડીએસ કેન્ટીનનો પ્રસ્તાવ મુકાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન