xiaomi miએ લોન્ચ કર્યો ઇન્ફ્રારેડ ફેસ અનલોક સાથે જોરદાર ફીચર ધરાવતો આ સ્માર્ટફોન - Sandesh
NIFTY 10,808.05 -48.65  |  SENSEX 35,599.82 +-139.34  |  USD 67.6200 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • xiaomi miએ લોન્ચ કર્યો ઇન્ફ્રારેડ ફેસ અનલોક સાથે જોરદાર ફીચર ધરાવતો આ સ્માર્ટફોન

xiaomi miએ લોન્ચ કર્યો ઇન્ફ્રારેડ ફેસ અનલોક સાથે જોરદાર ફીચર ધરાવતો આ સ્માર્ટફોન

 | 4:31 pm IST

શાઓમીએ 2018નો તેનો બીજો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi8 લોન્ચ કર્યો છે. તેને શાઓમીની 8મી વર્ષગાંઠનું નામ આપવામાં આવ્યું છે.ફોનની સુવિધાઓ વિશે વાત કરીએ તો, સુપર AMOLED ડિસ્પ્લે, ડિસ્પ્લેની ટોપ પર Notch,હાઇ-એન્ડ હાર્ડવેર, એઆઈ ટ્રિક્સ અને એડવાન્સ ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજી આપવામાં આવી છે. શાઓમી Mi8 હાલમાં માત્ર ચાઇનામાં જ ઉપલબ્ધ છે. પણ આશા છે કે ભારતની સાથે 8 અન્ય દેશોમાં તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

શાઓમી Mi8ની કિંમત અને વિશેષતા
શાઓમીએ ફોનને ઘણા સ્ટોરેજ અને રેમ વિકલ્પોમાં રજૂ કર્યા છે. તેના 6GB + 64GB વેરિઅન્ટની કિંમત 2699 RMB છે એટલે આશરે રૂ. 28,350. 6GB + 256GB વેરિયેન્ટની કિંમત 3299 RMB એટલે કે આશરે રૂ. 31,503 છે. 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 2999 RMB એટલે કે અંદાજે 34,655 રૂપિયા છે. 8GB + 128GB વર્ઝનની કિંમત 3699 RMB એટલે કે આશરે રૂપિયા 38,857 છે.

Mi 8 સ્પેસિફિકેશન્સ
ફોનમાં 6.21 ઇંચનો ડિસ્પ્લે અને 18: 7: 9 નો આસ્પેક્ટ રેશ્યો છે. આ ફોનને શાઓમીએ સેમસંગ દ્વારા નિર્માણ કરેલ સુપર AMOLED ડિસ્પ્લેનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ કંપની દ્વારા લેવામાં આવેલું એક સારું પગલું છે. આસ્પેક્ટ રેશ્યોથી ખબર પડે છે કે Mi8માં ડિસ્પ્લેની ટોચ પર Notch આપવામાં આવેલ છે. Notchમાં ઇન્ફ્રારેડ ફેસ અનલોક માટે ઘણા સેન્સર છે.

Mi8ના Notch પર 20 એમપી ફ્રન્ટ કેમેરા, પ્રોક્સિમિટી સેન્સર, ઇયરપીસ, ઇન્ફ્રારેડ લાઇટિંગ અને ઇન્ફ્રારેડ લેન્સ આપવામાં આવે છે. શાઓમીનો આ પ્રથમ સ્માર્ટફોન છે જેમાં એડવાન્સ ઇન્ફ્રારેડ ફેસ અનલોક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે એપલ ફેસ આઇડી ટેક્નોલોજી જેટલી જ સલામત છે એવું માનવામાં આવે છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 ચીપસેટ આપવામાં આવી છે. ડિવાઇસએ An Tu Tu Benchmark પર 307472 સ્કોર બનાવ્યો છે. આ સ્નેપડ્રેગન 845 એસઓસી સાથે આ સૌથી વધુ સ્કોર છે.