Oil Price surge after aramco attack, Indian Economy affected
  • Home
  • Business
  • સાઉદી અરામકો પર હુમલાની આગ દુનિયાને દઝાડશે, ભારતીયોના ખીસ્સા થશે ખાલી!

સાઉદી અરામકો પર હુમલાની આગ દુનિયાને દઝાડશે, ભારતીયોના ખીસ્સા થશે ખાલી!

 | 3:36 pm IST

દુનિયાની સૌથી મોટી તેલ કંપનીઓમાંથી એક અને સાઉદી અરેબિયાની અરામકોના તેલ સંયંત્ર પર ડ્રોન હુમલો થતા વૈશ્વિક બજારમાં કાચા તેલની કિમતોમાં પણ આગ લાગી છે. લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 19.5 ટકા વધીને 71.95 ડોલર પ્રતિ બેલર સુધી પહોંચ્યું છે. જે 14 જૂન 1991 બાદ કાચ્ચા તેલની કિમતોમાં સૌથી મોટો ઉછાળો છે.

અરામકો પર ડ્રોન હુમલાની અસરે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. આ સાથે મંદીની મારનો સામનો કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે પણ આ મોટો ઝાટકો છે. અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ફ્યુચરનો ભાવ 15.5 ટકા વધીને 63.34 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો જે 22 જૂન 1998 બાદ સૌથી ટોચની સપાટી છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે સાઉદી અરબના પ્લાનમાં તેલની સપ્લાય સામાન્ય થવામાં કેટલાક સપ્તાહનો સમય લાગી જશે.

એવા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે આ પરિસ્થિતિઓ વચ્ચે કાચા તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેલર સુધી પહોંચી શકે છે. સપ્લાયમાં અવરોધ થતા ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય એવી પ્રબળ સંભાવના છે. જ્યારે દેશમાં મોંઘવારીમાં પણ ધરખમ વધારો થવાની અપેક્ષા છે. ભારતીય અર્થવ્યવસ્થા પહેલાથી જ મંદીની માર સહન કરી રહી છે. એવી પરિસ્થિતિઓમાં વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં વધારો ભારતીય અર્થવ્યવસ્થા પર માઠી અસર કરશે.

આપને જણાવી દઈએ કે ભારત સાઉદી અરેબિયાનો બીજો સૌથી મોટો તેલ આયાત કરનાર દેશ છે. પરંતુ હવે ભારત તેલની ખરીદ અમેરિકા પાસે વધુ કરે છે ગત વર્ષે અમેરિકાથી કાચા તેલની નિકાસમાં ત્રણ ગણાનો વધારો થયો છે.

આ વીડિયો પણ જુઓ: જૂનાગઢ ટ્રાફિકના નિયમનું પાલન કરાવતી પોલીસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન