OLA e-સ્કૂટર ફેક્ટરી વૈશ્વિક સ્તરે સૌથી મોટો ઓલ-વુમન વર્કર પ્લાન્ટ બની રહેશે   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • OLA e-સ્કૂટર ફેક્ટરી વૈશ્વિક સ્તરે સૌથી મોટો ઓલ-વુમન વર્કર પ્લાન્ટ બની રહેશે  

OLA e-સ્કૂટર ફેક્ટરી વૈશ્વિક સ્તરે સૌથી મોટો ઓલ-વુમન વર્કર પ્લાન્ટ બની રહેશે  

 | 2:00 am IST
  • Share

મોબિલિટી કંપની ઓલાના કો-ફઉન્ડર ભાવિશ અગ્રવાલે જણાવ્યું હતું કે તેમની ઈલેક્ટ્રિક સ્કૂટર ફ્ેક્ટરી સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હશે. પ્લાન્ટ જ્યારે સંપૂર્ણ કક્ષાએ કામ કરશે ત્યારે ૧૦,૦૦૦થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડતો હશે.

આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર મહિલાઓ જરૃરી છે. મને કહેતાં ગર્વ થાય છે કે ઓલા ફ્યૂચર ફ્ેક્ટરી સંપૂર્ણપણે મહિલાઓ વડે સંચાલિત હશે. તે પૂર્ણ કક્ષાએ કામ કરશે ત્યારે ૧૦ હજારથી વધુ મહિલા કર્મચારીઓ ધરાવતી હશે. વિશ્વમાં તે સૌથી મોટી સંપૂર્ણપણે મહિલાઓ ચલિત ફ્ેક્ટરી હશે એમ તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું. તેમણે ફ્ેક્ટરી ખાતે કામ માટે નિમણૂક કરાયેલી પ્રથમ મહિલા બેચને દર્શાવતો વીડિયો પણ શેર કર્યો હતો.

પોતાની બ્લોગપોસ્ટમાં અગ્રવાલે જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહે તેઓ પ્રથમ બેચને આવકારે છે તથા સંપૂર્ણ કક્ષાએ પ્લાન્ટ કાર્યરત બનશે ત્યારે ૧૦,૦૦૦થી વધુ મહિલાઓ કામ કરતી હશે. જે તેને વિશ્વની સૌથી મોટી માત્ર મહિલા ચલિત ફ્ેકટરી બનાવશે. સાથે તે વૈશ્વિક સ્તરે એકમાત્ર ઓલ-મૂવમ ઓટોમોટિવ મેન્યૂફ્ેક્ચરિંગ હશે. ઓલા સર્વસમાવેશક(ઈન્ક્લ્યુસિવ) વર્કફેર્સ ઊભો કરવા માટેના તથા તમામ સ્તરની મહિલાઓને આર્િથક તકો પૂરી પાડવાનો આ પ્રકારનો પ્રથમ પ્રયાસ હાથ ધરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. ઓલાએ મહિલા કર્મીઓને કોર મેન્યૂફ્ેક્ચરિંગ સ્કીલ્સ માટે તૈયાર કરવા માટે તેમનામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને તેઓ ઓલા ફ્યૂચર ફ્ેક્ટરી ખાતે તૈયાર થનારા દરેક વ્હિકલ સાથે તમામ પ્રોડક્શન માટે જવાબદાર હશે.

મહિલાઓને આર્િથક તકો પૂરી પાડવાથી માત્ર તેમનું જ નહિ પરંતુ તેમના પરિવારોનું તેમજ સમગ્ર સમુદાયના જીવનમાં સુધારો લાવશે. અભ્યાસ જણાવે છે કે લેબર વર્કફેર્સમાં મહિલાઓને તેમનું યોગ્ય સ્થાન આપવાથી ભારતનો જીડીપી ૨૭ ટકા વૃદ્ધિ દર્શાવી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન