Old Couple Amazing Dance Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • બે ફિકરે: વૃદ્ધ કપલની એનર્જી અને ડાન્સ મૂવ જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી

બે ફિકરે: વૃદ્ધ કપલની એનર્જી અને ડાન્સ મૂવ જોઈ તમારી આંખો પણ થઈ જશે પહોળી

 | 1:36 pm IST

કહેવાય છે કે ઉમર માત્ર એક નંબર હોય છે. જો તમારામાં જીવનનો આનંદ માણવાની કળા હોય તો તમે જીવનના કોઈ પણ પડાવ પર આનંદ લઈ શકો છો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો વાયરલ થયો છે. જે તમને જીવન જીવવા અને તેને માણવા માટે પ્રોત્સાહિત કરશે. જી હાં, આ વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ કપલ જબરદસ્ત ડાન્સ કરતા દેખાઈ રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો ક્યાનો છે તે વિશે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ પહેરવેશ જોઈને લાગી રહ્યું છે કે વીડિયો કોઈ દક્ષિણ રાજ્ય ખાતે આવેલ એક ઘરનો છે. જેમાં પરિવારના સદસ્યો કોઈ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ કપલ ઉમરથી બે ફિકર થઈને જબરદસ્ત ડાન્સ કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ કપલ કોઈ મલયાલમ ફિલ્મના સોંગ પર ડાન્સ કરતા નજરે આવી રહ્યું છે. વીડિયોમાં કપલની એનર્જી જોવા જેવી છે અને તેમના ડાન્સ સ્ટેપ અને મૂવ પણ શાનદાર છે. આ વીડિયોને ફેસબુકના પર શેર કરવામાં આવ્યો છે અને લખાય ત્યાં સુધી લગભગ 4 લાખથી વધુ લોકોએ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન