old-indian-currency-worth-rupee-3-crore-caught-by-navsari-local-crime-branch
  • Home
  • Featured
  • નવસારી LCBએ કરોડોની જૂની ચલણી નોટોના વેપલાનો કર્યો પર્દાફાશ, 4ને દબોચ્યા

નવસારી LCBએ કરોડોની જૂની ચલણી નોટોના વેપલાનો કર્યો પર્દાફાશ, 4ને દબોચ્યા

 | 9:07 am IST

ચલણી નોટો બંધ થઈ જવા છતાં જુની ચલણી નોટો વટાવી કમીશનનો ધંધો હજુ બંધ થયો નથી. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની જૂની 500 અને 1000ની કરન્સી મુંબઈથી નવસારી આવી હતી, જેનો પર્દાફાશ એલસીબીએ કરતા ચકચાર મચી છે જેમાં ૪ આરોપીને ઝડપ્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, નોટબંધી બાદ જુની ચલણી નોટો મોટી સંખ્યામા રાખવી એ નાણા મંત્રાલયે ગુનાહિત કૃત્ય જાહેર કર્યુ છે. જુની 500 અને 1 હજારની નોટો બદલવા માટે સમય આપવામા આવ્યો હતો એ પુર્ણ થઈ ગયો છે, અને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતા પ્રતિબંધિત ગણાતી જુની 500 અને 1 હજારની નોટો પકડવાના કિસ્સાઓ બની રહ્યા છે. જેમા નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે 3 કરોડની જુની ચલણી નોટોનો વેપલો ઉંડાચ ગામથી ફિલ્મી ઢબે 4 આરોપીને પકડીને દબોચ્યા છે. મુંબઈથી 7 ટકે લાવીને 10 ટકે ધંધો કરવા આવેલાને બાતમીના આધારે ખુલ્લા પાડયા છે. પોલીસે ફેક કરન્સી સાથે કાર મોબાઈલ વગેરે ઝપટ કરી કાર્યવાહી હાથધરી છે.

આરોપી
૧) જીતેન્દ્ર રકનિધિ પાણીગ્રહી રહે નાલાસોપારા – મહારાષ્ટ્ર
૨) ફકીર ગુલામ મોટરવાલા રહે જલાલપોર.નવસારી
3) મહમદ મોબિન મહમદ યાકુબ શેખ (રહે. કુર્લા મહારાષ્ટ્ર)
૪) અલ્તાફ અયુબ શેખ, રહે પારડી વલસાડ

નોટબંધી બાદ કડકાઈથી કામ લેવાની વાતો કરતી રીઝર્વ બેંક અને નાણામંત્રાલયની ગાઈડલાઈન છતા મસમોટી જુની ચલણી નોટો વટાવવાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. જેમાં નવસારી જીલ્લના ઉંડાચગામ પાસેથી 500 અને 1 હજારની 3 કરોડ જેટલી નોટો મળી આવી છે અને ત્યારે મોટી રકમ વટાવવા માટે મસમોટો ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે. સમગ્ર ધટનાક્રમમા પોલીસે આરોપીઓની ધરપકડ કરી નોટ ક્યાથી લાવ્યા હતા?? અને કોને આપનાર હતા એ રેકેટને શોધવા માટે કવાયત હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન