દાદાજીએ આ સર્વિસ માટે કોલ સેન્ટરમાં કર્યા 24,000 ફોન, કામ ના થયું પણ થયા આવા હાલ

આ વાત સૌ કોઈ જાણે છે કે ટોલ ફ્રી નંબર્સ પર કોલ કરવાથી પૈસા કપાતા નથી. ફરિયાદ અને સૂચન માટે મોટાભાગે કંપનીઓ તેમના ગ્રાહકને ટોલ ફ્રી નંબરની સુવિધા આપે છે. પરંતુ એક ટેલિકોમ કંપની માટે આ સુવિધા માથાનો દુખાવો બની ગઈ હતી.
મીડિયા રિપોર્ટ મુજબ 71 વર્ષના એક દાદાજીએ ફરિયાદ નોંધાવવા માટે આ કંપનીના ટોલ ફ્રી નંબર પર લગભગ 24,000 વખત કોલ કર્યા. તેમની ફરિયાદની તો ખબર નહીં પરંતુ કંપનીની ફરિયાદ પર દાદાજીની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. રિપોર્ટ પ્રમાણે આ ઘટના જાપાનની બતાવવામાં આવી રહી છે. જ્યાં દાદાજી એટલે કે એકિટોશી ઓકમોટો એક રિટાયર્ડ વ્યક્તિ છે અને સૌતામામાં રહે છે અને પેન્શન પર જીવન જીવે છે. પોલીસે તેમની ‘બિઝનેસમાં અવરોધ’ ઉત્પન્ન કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેઓ કંપનીની સર્વિસથી પરેશાન હતા અને સર્વિસ પ્રોવાઇડરથી માફીની માંગ કરી રહ્યા હતા. છેલ્લા બે વર્ષથી દાદાજીએ ટેલિકોમ પ્રોવાઇડર કંપનીને 24,000 વખત ફોન કર્યો. દાદાજી સતત રેડિયો બ્રોડકાસ્ટ સર્વિસ ઉપયોગ નહોતા કરી શકતા. તેથી પરેશાન થઈ તેમને આ રીતે કંપનીમાં ફોન કરવાનું શરૂ કર્યું. કંપનીના રિપોર્ટ મુજબ દાદાજી દિવસમાં લગભગ 33 વખત ફોન કરતા હતા. કંપનીએ પહેલા તો આ અંગે કોઈ એક્શન ના લીધું પરંતુ મામલો ગંભીર થતા કંપનીએ પોલીસ ફરિયાદ કરી.
આ વીડિયો પણ જુઓ: LRD ભરતીમાં વેઈટિંગ લિસ્ટ બહાર પાડવાની માગ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન