old man tried to rape his 14-year-old daughter in Porbandar
  • Home
  • Featured
  • ઘોર કળિયુગ! દોહિત્રી પર સગા નાનેએ બગાડી નજર, એકલતાનો લીધો લાભ અને…

ઘોર કળિયુગ! દોહિત્રી પર સગા નાનેએ બગાડી નજર, એકલતાનો લીધો લાભ અને…

 | 8:58 pm IST

પોરબંદરમાં એક સાંઈઠ વરસના નાનાએ પોતાની 14 વરસની દોહિત્રી પર દુષ્કર્મ કરવાની કોશીષ કરતા પડોશીઓએ 181 અભયમ સેવાને જાણ કરી હતી. 181 ના કાઉન્સિલર સ્થળ પર પહોંચી જઈ અને બાળકીનું કાઉન્સેલિંગ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી હતી.

પોરબંદરમાં એક સાઠેક વરસનો વૃદ્ધ પોતાની સગી 14 વર્ષીય દોહિત્રી પર દુષ્કર્મ નો પ્રયાસ કરતો હોવાનો ફેન અડોશપડોશના લોકોએ 181 અભયમ સેવામાં કરતા અભયમ ના કાઉન્સીલર પીયુષા ચૌધરી લેડી કોન્સ્ટેબલ અંજના ગોહેલને સાથે રાખી અને તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને પડોશીઓ ની પુછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આથી કાઉન્સીલર દ્વારા બાળકીનો કબજો લઈ અને તેનું કાઉન્સેલીંગ કરી હિમ્મત આપી અને વધુ પુછપરછ કરતા બાળકી એ રડતા રડતા એવું જણાવ્યું હતું કે, તેના માતાપિતા હયાત નથી અને પોતે સુરત તેના માસીના ઘરે રહીને મોટી થઇ છે પરંતુ થોડા સમય પહેલા માસીને ત્યા કઈ પ્રોબ્લેમ થતા માસીએ તેને દિવાળી સુધી નાનાનાંં ઘરે રોકાવાનું કહી અને પોરબંદર નાનાજી ના ઘરે મૂકી ગયા હતા અને દસ બાર દિવસ થી નાના સાથે રહેતી હતી.

જેમાં સાતેક દિવસથી નાના રાત્રી ના સમયે તેની સાથે શારીરિક અડપલાની કોશીષ કરતા હતા. બાળકી સાથે શારીરિક સબંધ બાંધવા જબરદસ્તી કરતા હતા ત્યારે પડોશ માં રહેતા લોકોએ તેને છોડાવી અને 181ની મદદ લીધી હતી. 181 ની ટીમે બાળકીનું પરિવારમાં કોઈ ન હોવાથી બાળકીના હિત માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી.

આ વીડિયો પણ જુઓ : મહિલાના પતિ અને પુત્ર પર ચાકુ વડે હુમલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન