મેલાઘેલા કપડાંમાં આવેલા આ વૃદ્ધે હાર્લિ ડેવિડસન બાઈક શોરૂમમાં કર્યું એવું કામ, હાજર બધા સ્તબ્ધ - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • મેલાઘેલા કપડાંમાં આવેલા આ વૃદ્ધે હાર્લિ ડેવિડસન બાઈક શોરૂમમાં કર્યું એવું કામ, હાજર બધા સ્તબ્ધ

મેલાઘેલા કપડાંમાં આવેલા આ વૃદ્ધે હાર્લિ ડેવિડસન બાઈક શોરૂમમાં કર્યું એવું કામ, હાજર બધા સ્તબ્ધ

 | 3:25 pm IST

કોઈ માણસની હેસિયત અને તેના રુતબાનો અંદાજો માત્ર તેની રહેણી કરણી અને કપડાથી લગાવવામાં આવે તો ક્યારેક તે ખોટો સાબિત થાય છે. આ ઘટના થાઈલેન્ડની છે. થોડા દિવસો પહેલા એક ભિખારી જેવો લાગતો માણસ મોંઘીદાટ હાર્લિ ડેવિડ્સન બાઈકના શોરૂમમાં પહોંચી ગયો. ફાટેલા, મેલા કપડામાં આ વ્યક્તિને ત્યાં આવેલો જોઈને સ્વાભાવિક રીતે શોરૂમના કર્મચારીઓના મોઢા બગડ્યાં.

શોરૂમના કર્મચારીઓને લાગ્યું કે તે એક ભિખારી છે. ફાટેલા મેલાઘેલા કપડામાં તે વૃદ્ધ વ્યક્તિ ત્યાં કેમ પહોંચ્યો તેનો કોઈને અંદાજો પણ ન આવ્યો. શોરૂમના કર્મચારીઓએ તેને ત્યાંથી જતા રહેવા જણાવ્યું. તેમને લાગ્યું આ વ્યક્તિ તેમના શોરૂમની શાનમાં ઘટાડો કરે છે. જો કે ત્યારપછી તે વૃદ્ધ વ્યક્તિએ જે કર્યું તેને જોઈને લોકોની તો આંખો જ ફાટી ગઈ.

થાઈલેન્ડનો આ વૃદ્ધ વ્યક્તિ કે જેનું નામ લુંગ ડેચા છે તે હાર્લિ ડેવિડસન શોરૂમમાં બાઈકની ખરીદી કરવા આવ્યો હતો. ફાટેલા અને મેલાઘેલા કપડામાં આવેલા આ વ્યક્તિએ 10 લાખ રૂપિયા આપીને હાર્લિ ડેવિડસન બાઈકને ખરીદી. આ જોઈને ત્યાં હાજર દરેક જણ સ્તબ્ધ થઈ ગયો.

શોરૂમમાં હાજર લોકોએ લુંગની બાઈક પ્રત્યેની દિવાનગી જોઈને તેના ફોટા પણ પાડ્યાં. બાઈક સ્ટોરે પોતાના ફેસબુક પેજ પર આ સમગ્ર ઘટનાને શેર કરી. ધીરે ધીરે આ સમગ્ર ઘટના વાઈરલ થઈ. લુંગનું કહેવું છે કે મારો ભાઈ ખુબ મહેનતુ છે. તે વ્યવસાયે એક મિકેનિક છે. તેના ભાઈનું સપનું હતું કે તે બાઈક ખરીદે. ખુબ મહેનત કરીને તેમણે આ બાઈક માટે રૂપિયા ભેગા કર્યા હતાં.