old post of leena acharya going viral after her demise see more
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • મોત વિશે પહેલાં જ પડી ગઈ હતી ખબર, એક્ટ્રેસ લીના આચાર્યની પોસ્ટ વાયરલ થતાં હાહાકાર

મોત વિશે પહેલાં જ પડી ગઈ હતી ખબર, એક્ટ્રેસ લીના આચાર્યની પોસ્ટ વાયરલ થતાં હાહાકાર

 | 10:05 pm IST
  • Share

ટીવી એક્ટ્રેસ લીના આચાર્ય(Leena Acharya) હવે આ દુનિયામાં નથી. શનિવારે તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. લીનાના મૃત્યુ પછી સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટ વાયરલ થવા લાગી છે, જે તેણે થોડા દિવસો પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘થોડા જ શ્વાસ છે, જે ઉડાવીને લઈ જશે. અને આનાથી વધુ મૃત્યુ શું લઈ જશે.’ લોકો આ પોસ્ટ વાંચ્યા પછી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોને લાગે છે કે લીનાને ઘણા દિવસો પહેલા જ તેના મૃત્યુનો આભાસ થઈ ગયો હતો ખબર પડી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by leena Acharya (@leena_acharya20)

પોસ્ટ પરથી લોકો કહી રહ્યા છે કે, મતલબ કે લીનાને સમજાવા લાગ્યું હતું હતું કે તે કદાચ લાંબા સમય સુધી જીવી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, તેના મૃત્યુનું કારણ કિડની ફેલ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. લીના આચાર્ય છેલ્લા દોઢ વર્ષથી કિડનીની બિમારીથી પીડિત હતી. થોડા સમય પહેલા જ તેની માતાએ તેની કિડની લીનાને દાનમાં આપી હતી, પરંતુ આ છતાં તેનો જીવ બચાવી શકાયો નહીં. લીનાને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

લીના આચાર્ય ‘શેઠ જી’, ‘આપ કે આ જાને સે’, ‘મેરી હાનિકારક બીબી, જેવા ઘણા ટીવી શોમાં જોવા મળી હતી. એટલું જ નહીં તેણે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે, જેમાં રાની મુખર્જીની ફિલ્મ ‘હિંચકી’ પણ શામેલ છે.

આ વીડિયો પણ જુઓ: કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટમાં રાત્રી કર્ફ્યૂની અમલમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન