જૂના ટીવીની સ્ક્રીન ગોળાકાર ખૂણાવાળી આવતી હતી - Sandesh
  • Home
  • Kids Corner
  • જૂના ટીવીની સ્ક્રીન ગોળાકાર ખૂણાવાળી આવતી હતી

જૂના ટીવીની સ્ક્રીન ગોળાકાર ખૂણાવાળી આવતી હતી

 | 12:43 am IST

ટેલિવિઝન પ્રાચીન ગ્રીક શબ્દ ટેલે પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે દૂર અને લેટિનમાં તેનો અર્થ વિઝિયો એટલે કે દ્રષ્ટિ થાય છે. ટેલિવિઝન એક ટેલિકોમ્યુનિકેશન માધ્યમ છે, જે સ્ક્રીન સાથેનંુ એક મશીન છે. ટેલિવિઝન પ્રસારણ સંકેતો પ્રાપ્ત કરે છે અને તેને ચિત્રો અને ધ્વનિમાં ફેરવે છે. ટેલિવિઝનની શોધ ૧૯૨૦ના દાયકામાં કરવામાં આવી હતી. ૧૯૨૦માં સૌથી પહેલા સ્કોટિશના જ્હોન લોગી બેર્ડ અને અમેરિકાના ચાર્લ્સ ફ્રાન્સિસ જેનકિન્સે ટેલિવિઝનની શોધ કરી હતી. આ  પહેલા જર્મન શોધક પોલ ગોટલીબ નિપ્કોએ પ્રથમ યાંત્રિક ટેલિવિઝનની શોધ કરી હતી.  શરૃઆતમાં ટેલિવિઝન એન્ટેનાથી ચાલતા હતા. ૧૯૫૦માં  ટીવીમાં કાળા અને સફેદ રંગના ચિત્રો દેખાતા હતા. ૨૦મી સદીમાં  ટેલિવિઝન સ્ક્રીન ગોળાકાર ખૂણાઓવાળી હતી, કારણ કે તેમાં કેથોડ રે ટયૂબ હતી.  એ સતતસ વધતો-ઓછો પ્રકાશ ફેંકીને ચિત્ર બનાવતી હતી.