which shows a very sad death of a young man during shadi dance
  • Home
  • Featured
  • VIDEO: ‘તેરી બાહો મેં મર જાયે હમ’ અને સાચે જ ડાન્સ કરતાં કરતાં મરી ગયો, લગ્ન ફેરવાયા બેસણામાં

VIDEO: ‘તેરી બાહો મેં મર જાયે હમ’ અને સાચે જ ડાન્સ કરતાં કરતાં મરી ગયો, લગ્ન ફેરવાયા બેસણામાં

 | 1:27 pm IST

હાલમાં ફરીથી એક વીડિયો સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ઈન્ટરનેટ પર ફરી એકવાર ટ્રેન્ડ થનાર આ વીડિયો રાજસ્થાનના બીકાનેરના જસોલ વિસ્તારનો છે. લગ્ન દરમિયાન ઘટેલી દુર્ઘટના લોકોના આંખે પાણી લાવી રહી છે.

ડાન્સ એ એક બધા લગ્નમાં એક અભિન્ન ભાગ જેવું થઈ ગયું છે. ક્યારેક લગ્ન ગીત અને ક્યારેક રોમેન્ટિક ગીત પર લોકો ડાન્સ કરતાં જોવા મળતા હોય છે.. બધા જ લોકો લગ્નમાં સારુ પ્રદર્શન કરવાં માટે ડાન્સની તાલીમ પણ લેતા હોય છે. તેવી જ રીતે આ દંપતી એક રૂમમાં ડાન્સ કરવાની તૈયારીમાં હતું. ગીત તેરી બાહોમે મર જાયેં હમ પર ડાન્સ કરી રહ્યા હતાં. ત્યારે જ સ્ટેજ પર યુવકનું મૃત્યુ થયું હતું. પરંતુ છોકરીને એવું લાગ્યું કે, તે એક્ટિંગ જ કરી રહ્યો છે.

જ્યારે યુવતીએ તેના પતિ સાથે હાથ મેળવવાનો પ્રયત્ન કર્યો તો કોઈ રિસપોન્સ ન આવ્યો. કારણ કે ત્યારે તે યુવકનું શરીર ડેડબોડીમાં ફેરવાઈ ગયું હતું. જીવલેણ હુમલો આવતો તેનો પતિ હવે જીવતો નહોતો રહ્યો. આ દુ: ખદ વીડિયો આમ તો 2018નો છે પણ ફરીથી ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન