જેતપુરના સરધારપુર ગામે વૃધ્ધા પાણીના ટાંકામાં પડી જતાં મોત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જેતપુરના સરધારપુર ગામે વૃધ્ધા પાણીના ટાંકામાં પડી જતાં મોત

જેતપુરના સરધારપુર ગામે વૃધ્ધા પાણીના ટાંકામાં પડી જતાં મોત

 | 10:06 pm IST

જેતપુર તાલુકાના સરધારપુર ષામે રહેતા રમાબેન શામજીભાઈ વેકરિયા (ઉ.૬૫) નામના વૃધ્ધા આજે સવારે પોતાના ઘરના આવેલ પાણીના ભૂષર્ભ ટાંકામાં પાણી ભરતી વેળાએ અકસ્માતે તેમાં પડી જતાં તેમા ડૂબી જવાથી તેણીનું મોત નિપજ્યું હતું.

આ મામલે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિષત મુજબ રમાબેન થોડા સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ઘરમાં રહેલ ભૂષર્ભ ટાંકામા ન્હાવાની દરવખતે જીદ પકડતા જેથી પરિવારજનો તેઓને માંડ માંડ સમજાવીને બેસાડતા જેમાં આજે સવારે રમાબેન ન્હાવા માટે પાણી ભરવાનું જણાવ્યા બાદ કયાંય નજરે ન પડતા પરિવારજનોએ ભૂષર્ભ ટાંકામા જોતા વૃધ્ધાની લાશ ઉપર તરતી હતી. જેથી તરત જ બહાર કાઢી વૃધ્ધાની લાશને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી.