ઘરડાં લોકો સૌથી વધારે જાતિવાદી, ઢળતી ઉંમરે તેઓ વધુ પૂર્વગ્રહયુક્ત હોય છે : સરવે - Sandesh
  • Home
  • World
  • ઘરડાં લોકો સૌથી વધારે જાતિવાદી, ઢળતી ઉંમરે તેઓ વધુ પૂર્વગ્રહયુક્ત હોય છે : સરવે

ઘરડાં લોકો સૌથી વધારે જાતિવાદી, ઢળતી ઉંમરે તેઓ વધુ પૂર્વગ્રહયુક્ત હોય છે : સરવે

 | 1:14 am IST

ઘરડાં લોકો સૌથી વધારે જાતિવાદી હોય છે, કારણ કે તેમની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેઓ મૃત્યુ વિશે સતત ચિંતાતુર રહેવા લાગતાં હોય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઉંમર વધતાં ઘરડાં લોકો એકલતા અનુભવતાં હોય છે, જેને પરિણામે તેઓ ડરપોક અને આક્રમક સ્વભાવના બની જતાં હોય છે. એકલવાયું જીવન જીવતાં કે એકલા રહેવાનું પસંદ કરનાર ઘરડાં લોકો ડરપોક અને આક્રમક હોય છે કે પછી એકલતા મગજને બદલી નાખે છે. આ સવાલનો જવાબ તાજેતરનાં એક સંશોધન દ્વારા જણાય છે.

એકલતા મગજમાં પેદા થતાં કેમિકલોને બદલી નાખે છે

કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલાંં એક નવાં અધ્યયનમાં એવું માલૂમ પડયું છે કે લાંબા સમયની એકલતા મગજમાં પેદા થતાં કેમિકલોને બદલી નાખે છે, જેને પરિણામે આક્રમકતા અને ભયની લાગણી પેદા થાય છે, પરંતુ જૂની અને મોટેભાગે નિષ્ફળ નીવડેલી દવાઓ ખાવાથી આવાં કેમિકલોને દબાવીને ભય અને આક્રમકતા જેવી નકારાત્મક લાગણીઓને ખાળી શકે છે. એકલવાયું જીવન જીવતાં લોકોનું શરીર વધારે પ્રમાણમાં સ્ટ્રેસ હોર્મોન પેદા કરતું હોય છે.

સામાજિક એકલતાનો રાફડો ફાટયો

અમેરિકામાં તો સામાજિક એકલતાનો રાફડો ફાટયો છે, જેને કારણે ફક્ત ડિપ્રેશન અને સ્ટ્રેસમાં જ નહીં પરંતુ ગંભીર બીમારીઓના દરમાં ખાસ્સો વધારો થયો છે. સંશોધકોએ સૌથી પહેલાં તો આ પ્રયોગ ઉંદરો પર કર્યો હતો. અખતરામાં કેટલાક ઉંદરોને લાંબા સમય સુધી એકલા રાખવામાં આવ્યા અને તેના પર નજર રાખવામાં આવી અને તેમાં એકલા રહેલા ઉંદરોનાં મગજમાં ભય સાથે સંબંધ ધરાવતાં બ્રેઇન પ્રોટીનમાં વધારો જોવો મળ્યો હતો.

અભ્યાસનાં મહત્ત્વનાં તારણો

  • મોટાભાગનાં ઘરડાં લોકો ઢળતી ઉંમર એકલતા અનુભવે છે.
  • તેમને મૃત્યુની બીક લાગતાં તેઓ પૂર્વગ્રહયુક્ત બની જતાં હોય છે.
  • એકલતા ફક્ત માનસિક બીમારીને જ નહીં પરંતુ શારીરિક બીમારીઆને પણ જન્મ આપતી હોય છે.
  • સંશોધકોએ મૂળભૂત રીતે તો આ પ્રયોગ ઉંદરો પર કર્યો હતો, જેમાં ઘરડા દેખાતા ઉંદરો સૌથી વધારે આક્રમક અને ચીડિયા સ્વભાવના જણાયા હતા.
  • વૃદ્ધો સામાજિક એકલતાનો અનુભવ કરતાં હોય છે.
  • પરિવારના સભ્યો દ્વારા તિરસ્કૃત કરવામાં આવતાં તેમનાંમાં હીનતાની ભાવના આવે છે અને બીજી બાજુ મૃત્યુનો ભય સતત વધતો રહેતો હોય છે.
  • તણાવ અને એકલતાથી પીડિત લોકોની સારવાર થઈ શકે તેમ છે.