ઓમર્ટાનું પોસ્ટર રિલીઝ થતાં ૨૧ લાખથી વધુ લોકોએ જોયું  - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઓમર્ટાનું પોસ્ટર રિલીઝ થતાં ૨૧ લાખથી વધુ લોકોએ જોયું 

ઓમર્ટાનું પોસ્ટર રિલીઝ થતાં ૨૧ લાખથી વધુ લોકોએ જોયું 

 | 3:38 am IST

ફિલ્મમેકર હંસલ મહેતાની આગામી ફિલ્મ ઓમર્ટાનું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ થતાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ એક આતંકવાદીની ભૂમિકામાં જોવા મળવાનો છે. નમાજ પઢતા રાજકુમારને સોશિયલ મીડિયા પર ૨૧ લાખથી વધુ લોકોએ જોયો છે. ઓમર્ટા એક આતંકવાદી અહમદ ઉમર સઇદ શેખની ભયાનક અને સત્ય સ્ટોરી છે. વગર વિચાર્યે લોકોને મારનાર વ્યકિત એટલે કે આતંકવાદી કેવી રીતે શાંતિથી પોતાની ધાર્મિક વિધિ (નમાજ) પૂર્ણ કરે છે તે પોસ્ટરમાં જોવા મળી રહ્યું છે. હંસલ મહેતાની સ્ટોરીઓ હંમેશાં એક મજબૂત સંદેશ આપતી રહી છે. એક યુવાનને જેહાદના નામે કઇ રીતે ભડકાવવામાં આવે છે તેના પર આ ફિલ્મ બની છે.