OMG! શ્રદ્ધા કપૂર ફરી ઇન્જર્ડ, જાણી લો ક્યાં પડી ગઇ આ વખતે... - Sandesh
  • Home
  • Entertainment
  • OMG! શ્રદ્ધા કપૂર ફરી ઇન્જર્ડ, જાણી લો ક્યાં પડી ગઇ આ વખતે…

OMG! શ્રદ્ધા કપૂર ફરી ઇન્જર્ડ, જાણી લો ક્યાં પડી ગઇ આ વખતે…

 | 11:32 am IST

હાલમાં શ્રદ્ધા કપૂર ફરી ઇન્જર્ડ થઈ છે. વાત જાણે એમ છે કે, બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં એક એડનું શૂટિંગ કરતી વખતે તે પડી જતાં તેને ઘૂંટણ પર ઈજા થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર શ્રદ્ધાનો પગ કાર્પેટમાં ફસાઈ જતાં તે ઘૂંટણભેર પડી ગઈ હતી.

જો કે પડી ગયા બાદ શ્રદ્ધાએ ઘૂંટણ પર બેન્ડેજ લગાવ્યું હતું. અને તેણે ફોટો-શેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો પણ શેર કર્યો હતો જેમાં તેના ઘૂંટણ પર બેન્ડેજ લગાવેલું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા શ્રદ્ધા ‘હાફ ગર્લફ્રેન્ડ’ના સેટ પર શૂટિંગ દરમ્યાન પણ ઇન્જર્ડ થઈ હતી. આ ફિલ્મમાં શ્રદ્ધા બાસ્કેટબોલ પ્લેયર રિયા સોમાણીનું પાત્ર ભજવી રહી છે. આ સમયે પણ શ્રદ્ધાએ ફોટો-શેરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેના પાત્રનો અને તેને થયેલી ઈજાનો ફોટો શેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દિગ્દર્શક મોહિત સૂરીની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડમાં અર્જુન સાથે શ્રદ્ધા કપૂર સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ ચેતન ભગતની નોવેલ પર આધારિત છે. આ અગાઉ અર્જુને ટુ સ્ટેટસમાં કામ કર્યુ હતું જે ભગતની નોવેલ ટુ સ્ટેટસ : ધ સ્ટોરી ઓફ માય મેરેજ પર આધારિત હતી. જો કે આ પહેલા શ્રદ્ધા બાગી’, ‘રોક ઓન 2’, ‘ABCD 2’ અને ‘એક વિલન’ના સેટ પર પણ તેને ઈજા પહોંચી હતી.