OMG: દર વર્ષે ભારતીયો LIC પાસે 5,000 કરોડ રૂપિયા છોડી દે છે - Sandesh
  • Home
  • Business
  • OMG: દર વર્ષે ભારતીયો LIC પાસે 5,000 કરોડ રૂપિયા છોડી દે છે

OMG: દર વર્ષે ભારતીયો LIC પાસે 5,000 કરોડ રૂપિયા છોડી દે છે

 | 7:53 am IST

ભારતીયો તાકીદની સ્થિતિઓનો સામનો કરવા વીમો નથી લેતા પરંતુ ટેક્સ બચાવવાનો ઉપાય સમજીને વીમો લે છે. પરંતુ આંકડા એમ કહે છે કે નિયમિત પ્રીમિયમ ભરવામાં ખર્ચ થયેલી રકમ પૈકી ચોથા ભાગની રકમ બેકાર જ જતી હોય છે. તેને કારણે દેશમાં વીમોે લેનારાઓનો પર્સેન્ટિસી રેશિયો નીચો છે. પર્સેન્ટિસી રેશિયો એટલે એવા પોલિસી ધારકોની સરેરાશ કે જેઓ વીમો ખરીદ કર્યાનું એક વર્ષ પૂરું થયા પછી પણ પ્રીમિયમ ભરતા રહે.

કદાચ વિશ્વાસ નહીં બેસે પરંતુ હકીકત છે કે મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીના ઓછામાં ઓછા ૨૫ ટકા પોલિસીધારક વર્ષ પૂરું થતાં જ પ્રીમિયમ ભરવાનું બંધ કરી દેતાં હોય છે. એક વર્ષની અંદર જ પોલીસ લેપ્સ જતાં વીમાધારક લગભગ પૂરેપૂરી રકમ ખોઈ દે છે. વીમા કંપની પ્રીમિયમની રકમમાંથી કમિશન સહિતના ખર્ચને કાપી લે છે, આ સંજોગોમાં વીમા ધારકને નાણાં પરત મળતા જ નથી.

ઉપલબ્ધ આંકડા મુજબ સરકારી વીમા કંપની એલઆઈસીએ વર્ષ ૨૦૧૬-૧૭માં રૃપિયા ૨૨,૧૭૮.૧૫ કરોડની રેગ્યુલર પ્રીમિયમ પોલિસી વેચી હતી. આ આંકડો સમગ્ર દેશની ઇન્સ્યોરન્સ ઉદ્યોગનો ૪૪ ટકા ભાગ છે. તેમાંથી ૨૫ ટકા વીમા લેપ્સ જાય તો તેનો અર્થ એ માત્ર એક જ વર્ષમાં વીમાધારકો માત્ર એલઆઈસી પાસે જ રૃપિયા ૫,૦૦૦ કરોડ છોડીને જાય છે.

પોતે ખોટી પોલિસી લઈને ફસાઈ ગયાનો અહેસાસ થતાં વીમાધારકો અધવચ્ચે જ પ્રીમિયમ ભરવાનું બંધ કરી દેતા હોય છે. અર્થાત કંપનીઓ અને એજન્ટ ખોટા દાવા કરીને પોલિસી વેચી દેતા હોય છે, પરંતુ પોલિસી ધારક તે પછી તપાસ અને પૂછપરછ કરે તો તેને જાણકારી મળે છે કે તેણે ખોટી જગ્યાએ નાણાં રોેક્યા છે અને તે પ્રીમિયમ ભરવાનું બંધ કરી દે છે.

પિૃમી દેશોમાં લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ આ સમસ્યાનો સામનો કરવા પોતાના એજન્ટ સાથે કોન્ટ્રાક્ટ કરતી વખતે ક્લોબેક કલોઝ લગાવતી હોય છે. આ જોગવાઈ હેઠળ તે કંપનીઓ પોલિસી લેપ્સ જવાના સંજોગોમાં પોતાનું કમિશનનો એક ભાગ વીમા એજન્ટ પાસેથી વસૂલતી હોય છે.

એટલું જ નહીં પણ જે લોકોએ પૂરું પ્રીમિયમ ભરેલું હોય તેમણે પણ પોતાના કુટુંબીજનોને પોલિસી વિષે જાણકારી આપેલી ના હોવાથી આવા રોકાણકારોના રૃપિયા ૧૫,૦૦૦ કરોડ વીમા કંપનીઓ પાસે પડેલા છે.