OMG! Not by colors, it is played from Red Wine here Holi
  • Home
  • Featured
  • OMG! રંગોથી નહીં, અંહી Red Wineથી રમવામાં આવે છે હોળી

OMG! રંગોથી નહીં, અંહી Red Wineથી રમવામાં આવે છે હોળી

 | 2:58 pm IST

દેશભરમાં હોળીનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે. રંગોની ભરમાર અને ગીતની ધૂન પર નાચતા લોકો તેને જોરશોરથી ઉજવણી કરે છે. જોકે, આજકાલ યુવાઓએ હોળી રમવાની થોડીક રીત બદલી દીધી છે. મોર્ડન સમયમાં લોકો હોળી રમવા માટે રંગોની સાથે-સાથે ફુગ્ગા, પાકા કલર, સ્પ્રે અને ઇંડાનો ઉપયોગ કરે છે. જ્યારે એક અવો દેશ પણ છે જ્યાં લોકો હોળી રમવા માટે વાઇનનો ઉપયોગ કરે છે. સ્પેનમાં લોકો હોળી રમવા માટે રંગોનો નહીં, પરંતુ વાઇનનો ઉપયોગ કરે છે.


માર્ચ નહીં અંહી જૂનમાં મનાવવામાં આવે છે હોળી

ઉત્તરી સ્પેનના લા રિયોજા રીજનમાં સ્થિત હારો શહેરમાં દર વર્ષે 27 થી 30 જૂન વચ્ચે હારો વાઇન ફેસ્ટિવલનું આયોજન થાય છે. જેને બૈટાલા ડે વીનો એટલે બેટલ ઓફ વાઇન કહે છે. 1965માં શરૂ થયેલા આ ફેસ્ટિવલની શરૂઆત 29 જૂનની સવારે થાય છે. જેમા લોકો એક જગ્યાએ એકઠા થાય છે. શહેરના લોકો વ્હાટ ટોપ અને રેડ રૂમાલ લઇને આવવા માટે કહેવામાં આવે છે.


વાઇનથી ઉજવાય છે હોળી

આ ફેસ્ટિવલને શહેરના મેયર તેને લીડ કરે છે જેમા લોકો ના માત્ર વાઇન પીએ છે પરંતુ તેનાથી એક બીજાને નવડાવે પણ છે. અંહી લોકલ રિઓજા વાઇન એક બીજા પર નાખે છે. તેને દુનિયાનું સૌથી બેસ્ટ વાઇન ફેસ્ટિવલ પણ માનવામાં આવે છે. હાળીના આવા જશ્ન અંગે આપણે વિચાર્યું પણ ન હતું પરંતુ દર જગ્યાએ લોકો સ્થાનિક પરંપરા અને તેમના અલગ અંદાજથી ખુશીઓ મનાવે છે.

સેલિબ્રેશન ગ્રાઉન્ડમાં લાઇથી ઉભેલી ટ્રકોમાં 75000 લીટર વાઇન રાખેલી હોય છે. હારોના હાઇએસ્ટ પોઇન્ટ પર મેયર જેવા પર્પલ ફ્લેગ બતાવે છે સેલિબ્રેશન શરૂ થઇ જાય છે તે બાગ લોકોમાં એકબીજાને રંગવાની દોટ લાગી જાય છે. જે વાઇન પીવાની સાથે-સાથે માથાથી પગ સુધી તેમના મિત્રોને રંગે છે.

તે બાદ બપોર સુધી આ લોકો પ્લાજા ડે લા પાજ સેલિબ્રેટ કરવા માટે ટાઉન પરત ફરે છે. ડે લા પાજમાં બુલફાઇટ્સ હોય છે. જોકે, આ બુલ ફાઇટ માત્ર યૂથ માટે હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન