OMG રૂપાણીએ કરી મોટી ભૂલ, કહ્યું વાજપેયીએ ‘ભારતરત્ન’ આપ્યો હતો સરદાર પટેલને - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7550 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • OMG રૂપાણીએ કરી મોટી ભૂલ, કહ્યું વાજપેયીએ ‘ભારતરત્ન’ આપ્યો હતો સરદાર પટેલને

OMG રૂપાણીએ કરી મોટી ભૂલ, કહ્યું વાજપેયીએ ‘ભારતરત્ન’ આપ્યો હતો સરદાર પટેલને

 | 6:09 pm IST

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોંગ્રેસ વિરુદ્ધ બોલવામાં બહું જ મોટો ભાંગરો વાટ્યો હતો. કોંગ્રેસે સરદાર પટેલને અવગણ્યા તેવો આક્ષેપ કર્યા પછી વિજય રૂપાણીએ કહ્યું કે,  કોંગ્રેસે 40 વર્ષ સુધી સરદાર પટેલને ભારતરત્ન નહોતો આપ્યો અને પછી કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર આવી, તેમણે સરદાર પટેલને ‘ભારતરત્ન’ આપ્યો હતો.

રૂપાણીની આ વાત એકદમ ખોડી અને ભૂલ ભરેલી છે કેમ કે સરદાર પટેલને ‘ભારતરત્ન’ વાજપેયીની સરકારે નહોતો આપ્યો પણ ચંદ્રશેખરની સરકારે 1991માં આપ્યો હતો. વાજપેયી તો તેના પાંચ વર્ષે 1996માં પહેલી વાર વડાપ્રધાન બન્યા અને માત્ર 13 દિવસ ટક્યા.