Omicron to have wet cough, dry cough can be delta says experts
  • Home
  • Corona
  • સુકી ખાંસી મતલબ ડેલ્ટા અને કફવાળી ખાંસી એટલે ઓમીક્રોન

સુકી ખાંસી મતલબ ડેલ્ટા અને કફવાળી ખાંસી એટલે ઓમીક્રોન

 | 1:49 pm IST
  • Share

  • દર્દીના લક્ષણો પરથી ડોકટરો વેરીઅન્ટના નિષ્કર્ષ પર પહોંચ્યા

  • ઓમીક્રોનમાં ગળામાં અને છાતીમાં દુખાવો પણ જોવા મળ્યો

  • ડેલ્ટા વેરીઅન્ટ માટે મોનોક્લોનલ એન્ટીબોડીની સારવાર

 

હાલના સમયમાં કોરોનાના એટલા બધા વેરીઅન્ટ દેશમાં છે કે ક્યાં લક્ષણો ક્યાં વેરીઅન્ટના છે તે જાણવું અઘરું બની ગયું છે. ડેલ્ટા અને ઓમીક્રોનને એકબીજાથી અલગ કરતુ એક લક્ષણ છે ખાંસીનો પ્રકાર. એ.આઈ.જી હોસ્પીટલના ડોક્ટરોના સંશોધન અને દરદીઓના નિરીક્ષણના આધારે જણાવ્યા અનુસાર મોટાભાગના ડેલ્ટા વેરીઅન્ટના દર્દીઓ સુકી ખાંસીથી જયારે ઓમીક્રોનના દર્દીઓ કફવાળી ખાંસીથી પીડાતા જોવા મળે છે. એ.આઈ.જી હોસ્પીટલના ડો. કેતન અવસ્થીના જણાવ્યા મુજબ ઓમીક્રોન મોટાભાગે શ્વાસનળીના ઉપરના હિસ્સામાં જોવા મળે છે જેથી કફવાળી ખાંસી થાય છે. ઓમીક્રોનનું બીજું ખુબ અગત્યનું લક્ષણ એ છે કે તાવ 101 ડીગ્રીથી અને પાંચ દિવસથી વધારે હોતો નથી. સાથેસાથે ગળામાં દુખાવો અને છાતીમાં દુખાવો પણ તેના લક્ષણ છે.

આ સિવાય તાવ અને ખાંસીના ભારે લક્ષણોના લીધે કોરોનાના ડેલ્ટા વેરીઅન્ટનું સંક્રમણ થયું છે તેનો ખ્યાલ આવે છે. કોરોનાના પહેલાના વેરીઅન્ટમાં ફેફસાને લગતા ઘણા લક્ષણો જોવા મળ્યા છે. પરંતુ ઓમીક્રોનમાં વાઈરસની કોપી શ્વાસનળીના ઉપરના હિસ્સામાં બને છે. એટલે જો દર્દીમાં સ્વાદ અને સુગંધની શક્તિ જતી રહે છે તથા ચેતાતંત્રને લગતા પ્રશ્નો થાય છે તે દર્દીને ડેલ્ટાનું સંક્રમણ થયેલું હોઈ શકે. આ પ્રકારના નિરીક્ષણથી ઘણા બધા ફાયદા થતા હોવાથી ડોકટરો દર્દીનું ઘણું ધ્યાન રાખીને સારવાર કરતા હોય છે. જો કોઈ દર્દીને ડેલ્ટા વેરીઅન્ટનું સંક્રમણ છે તો સારવારના ઘણા રસ્તાઓ છે. જેમાં મોનોક્લોનલ એન્ટીબોડી અને લક્ષણો માટે કેટલીક સારવાર ઉપલબ્ધ છે.  પરંતુ ઓમીક્રોન માટે ઘણી પહેલા ઉપયોગી થઇ ચુકેલી સારવાર પણ કામ લાગી રહી નથી.

 

અત્યારે કેટલાક ડોક્ટર દર્દીના લક્ષણો પર ધ્યાન આપીને કોરોનાના અલગ અલગ વેરીઅન્ટનો પ્રકાર જાણવાની કોશિશ કરી રહ્યા છે. કોરોનામાં શરદી, ખાંસી, કળતર, માથામાં દુખાવો જેવા લક્ષણો સામાન્ય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ઝાડા – ઉલટી અને ભૂખ ન લગાવી જેવા અસામાન્ય લક્ષણો પણ જોવા મળ્યા છે. ડોકટરો લક્ષણો પરથી કોરોનાનો કયો વેરીઅન્ટ હાજર છે તેની તપાસ કરે છે પરંતુ RT-PCR ટેસ્ટ કર્યા સિવાય ઠોસ નિર્ણય પર પહોંચવું અઘરું છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો