Omicron Variant in Delhi 12 suspected patients admitted in LNJP hospital
  • Home
  • India
  • દિલ્હીમાં ઓમિક્રોનનો ભય! LNJP હોસ્પિટલમાં 12 શંકાસ્પદ દર્દીઓ દાખલ

દિલ્હીમાં ઓમિક્રોનનો ભય! LNJP હોસ્પિટલમાં 12 શંકાસ્પદ દર્દીઓ દાખલ

 | 3:19 pm IST
  • Share

  • LNJP હોસ્પિટલમાં 12 શંકાસ્પદ દર્દીઓ દાખલ

  • વિદેશ યાત્રાથી પરત આવ્યા હતા 12 દર્દીઓ

  • આજે 4માંથી 2 દર્દીનો કોરોના RTPCR રિપોર્ટ પોઝિટિવ

 

 

દિલ્હીની LNJP હોસ્પિટલમાં અત્યારસુધી વિદેશયાત્રાથી પરત આવેલા કુલ 12 લોકોને એડમિટ કરવામાં આવ્યા છે.આજે 4 નવા કેસ સામે આવ્યા છે. કાલ સુધી આ સંખ્યા 8ની હતી. આજે 4 નવા દર્દીમાં 2 દર્દીના કોરોનાના RTPCR રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ બંનેનો ટેસ્ટ કરાવાઈ રહ્યો છે. તમામ 4ના દર્દીના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. છેલ્લા 8 સેમ્પલ પહેલા જ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાઈ ચૂક્યા છે. આજે મળનારા 4 શંકાસ્પદમાંથી 2 યૂકેથી, 1 ફ્રાન્સથી અને 1 નેધરલેન્ડથી આવ્યા છે.

 

 

અહીં મળી રહી છે દર્દીઓને સુવિધા

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગે લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલને કોવિડ 19ના નવા ઓમિક્રોનથી પોઝિટિવ આવનારા દર્દીઓ માટે સારવાર માટે સમર્પિત સુવિધાના રૂપમાં નામ આપ્યું છે. હોસ્પિટલને એવા દર્દીઓને ક્વોરન્ટાઈન કરવા માટે અને તેની સારવાર કરવા માટે વોર્ડ નક્કી કરાયો છે.

 

WHOએ વ્યક્ત કરી ચિંતા

વિભાગે એમ પણ કહ્યું છે કે કોરોના વાયરસના નવા સ્વરૂપ વાળા કોઈ પણ દર્દીને કોઈ પણ આધારે હોસ્પિટલમાં પ્રવેશથી વંચિત રખાશે નહીં. કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપને ખૂબ જ સંક્રામક અને ઘાતક માનવામાં આવી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેને લઈને ચિંતા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે કર્ણાટકમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા છે. સાથે લોકોને ન ગભરાવવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે લોકો જલ્દી વેક્સિન લે તેવી અપીલ કરાઈ રહી છે.

 

2 પોઝિટિવ દર્દી પુરુષો

મળતી માહિતી અનુસાર 2 પુરુષ દર્દીઓ છે જેમની ઉંમર 66 વર્ષ અને 46 વર્ષની છે. તેમનામાં સંક્રમણના સામાન્ય લક્ષણો છે. તેઓએ કહ્યું કે તેમનામાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. અધિકારીએ કહ્યું કે ભારતીય સાર્સ-કોવ-2 જીનોમિક્સ કંર્સોટિયમના નેટવર્કની મદદથી ઓમિક્રોનના 2 કેસને શોધી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ બંનેના સંપર્કમાં આવેલા તમામ લોકોને સમયસર શોધીને તેમની પણ તપાસ કરાઈ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો