On 14 th day of fast naresh patel will meet Hardik Patel on talking
  • Home
  • Ahmedabad
  • 14મા દિવસે હાર્દિક પારણાં કરે તેવી શકયતા, ખોડલધામ ‘નરેશ’ અમદાવાદ પહોંચ્યા

14મા દિવસે હાર્દિક પારણાં કરે તેવી શકયતા, ખોડલધામ ‘નરેશ’ અમદાવાદ પહોંચ્યા

 | 9:25 am IST

છેલ્લા 14 દિવસથી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તેવો ખોડલધામ નરેશ પટેલે મધ્યસ્થી માટે તૈયારી દર્શાવી હતી અને તેના માટે તેઓ અમદાવાદ પહોંચી ગયા છે. સમાજ હિત માટે કોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં પણ ખોડલધામ પક્ષકાર થશે તેવી માહિતી મીડિયા સાથેની વાતચીતમાં આજે ખોડલધામ ચેરમેને કરી હતી. અત્યાર સુધી પાસ કે હાર્દિક પટેલ તેમની સાથે કોઈ જ પ્રકારની વાતચીત ન કરી હોવાનું કહ્યું હતું.

અમદાવાદ પહોંચતાં પહેલા નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકને સમજાવીને પારણાં કરી પછી બધી વાત કરીશું. સમાધાનની હાલ કોઈ મુદ્દા નક્કી નથી થયા. હાર્દિકને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું. આ મામલો સંવાદથી જ નિરાકરણ આવે તેવો છે. હું મધ્યસ્થી માટે તૈયાર છું.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો મને યોગ્ય લાગે છે, હું પૂરો પ્રયાસ કરીશ કે હાર્દિક પારણાં કરી લે. કોઈ સારું કામ હોય તો આગળ આવવું જોઈએ. પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈ. નરેશ પટેલે કહ્યું કે, દરેક સમાજના આર્થિક નબળા લોકોને અનામત મળવી જોઈએ, જે જરૂરી છે. આ મામલે દિનેશ કુંભાણીએ હોમમિનિસ્ટર સાથે વાત કરી છે. સમાજ પાસે સાચો મુદ્દો આવે ત્યારે લોકો સાથે જોડાય છે.

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મનાવવા માટે મધ્યસ્થી બનેલા પાટીદાર સંસ્થાના આગેવાન સી.કે પટેલ સામે ભારે વિરોધ થતાં અંતે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને સરકાર સાથે વાતાઘાટો કરવા મોકલવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના બે મુદ્દા સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

આ સાથે હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાન કરાવવા માટે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવવામાં આવે તે દિશામાં સરકાર અને પાસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત અંદોલન સમિતિ અને સરકાર પણ નરેશ પટેલને એક વગદાર અને નિષ્પક્ષ આગેવાન માને છે.