22 અને 25 જૂને એકવાર ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • 22 અને 25 જૂને એકવાર ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન

22 અને 25 જૂને એકવાર ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન

 | 5:35 pm IST

ભારત અને પાકિસ્તાનની ટીમો દુબઇનાં અલ વસ્લ સ્પોર્ટ્સ ક્લબમાં 22થી 30 જૂન સુધી 6 દેશો વચ્ચે થનારી કબ્બડ્ડી માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં ટકરાશે. ભારતને ગ્રુપ એમાં પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન અને કેન્યા સાથા રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ બીમાં ઈરાન, કોરિયાઈ ગણરાજ્ય અને આર્જેન્ટિનાની ટીમ છે. સેમિફાઇનલ માટે બંને ટીમોમાંથી બે-બે ટીમો ક્વોલિફાઇ કરશે. ટૂર્નામેન્ટમાં ભારતને કોરિયા અને ઇરાનથી પડકાર મળી શકે છે. કોરિયાએ 2016નાં કબ્બડી વિશ્વકપનાં શરૂઆતનાં મુકાબલામાં ભારતને હરાવ્યું હતુ.

ભારત અને પાકિસ્તાનની ટીમ ગ્રુપ મેચમાં બેવાર 22 અને 25 જૂનનાં રોજ ટકરાશે. બંને ગ્રુપમાં દરેક ટીમ એકબીજા સાથે બે-બેવાર ટકરાશે અને ટોચની બે-બે ટીમો સેમી ફાઇનલમાં પહોંચશે. ભારતીય ટીમનાં કોચ શ્રીનિવાસ રેડ્ડીનું કહેવું છે કે, “કબ્બડ્ડી માસ્ટર્સ દુબઈ 2018માં અમને સર્વશ્રેષ્ઠ ટીમોનો સામનો કરવાની તક મળશે અને અમે ખિતાબ માટે સંપૂર્ણ જોર લગાવશુ.”

ટૂર્નામેન્ટમાં રોજ 2 મેચ થશે જે ભારતીય સમયાનુસાર રાત્રે 8થી 9 વાગ્યાની વાગ્યે રમાશે. આ ટૂર્નામેન્ટમાં સૌની નજર આર્જેન્ટિનાની ટીમ પર હશે જે આ રમતમાં નવી છે.