on 2nd Monday of Darshan Balaram Mahadev Temple, Video
  • Home
  • Featured
  • શ્રાવણના બીજા સોમવારે કરીશું દર્શન બાલારામ મહાદેવ મંદિરના, Video

શ્રાવણના બીજા સોમવારે કરીશું દર્શન બાલારામ મહાદેવ મંદિરના, Video

 | 8:48 am IST

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. આજે આપણે દર્શન કરીશું અતિ કલ્યાણકારી શિવાલયના જેનું નામ છે બાલારામ મહાદેવ મંદિર. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી માત્ર 15 કિમી દૂર કુદરતના સાનિધ્યમાં આ પવિત્ર સ્થાનક આવેલુ છે.

શ્રાવણ માસમાં તો અહિં અબાલવૃદ્ધ સૌ ભક્તો આસ્થાભેર દર્શનાર્થે પધારે છે. તો આવો બાલારામ મહાદેવ મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ બાલારામ મહાદેવનું આ સ્થાનક અતિ પ્રાચીન છે. અહિં મહાદેવનું પ્રાગટ્ય કેવી રીતે થયુ તેની એક સુંદર કથા લોકમુખે રમે છે. કહેવાય છે કે પ્રાચીનકાળમાં અહિં કપરો દુકાળ પડ્યો હતો.

અસંખ્ય લોકો અને નિર્દોષ પશુઓ મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. કેટલાય પરિવારો આ જગ્યા છોડીને જતા રહ્યા હતા. તેવા જ એક પરિવારના નિરાધાર બાળકોને ભોળેનાથે સાચવી લીધા હતા. ત્યારથી જ મહાદેવના પરચા ઘણા લોકોને મળવા લાગ્યા. અને સમયના વહેણ સાથે આ પવિત્ર મંદિરનું નિર્માણ થયુ. આજે આપણે ખુબજ પવિત્ર એવા આ મંદિરના દર્શન કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન