on birthday of anupriya goenka see her beautiful pictures
  • Home
  • Featured
  • Photos: આ અભિનેત્રીએ એક્ટિંગ માટે છોડી દીધી કોર્પોરેટ નોકરી, તસવીરો આંખને ઠંડક આપશે

Photos: આ અભિનેત્રીએ એક્ટિંગ માટે છોડી દીધી કોર્પોરેટ નોકરી, તસવીરો આંખને ઠંડક આપશે

 | 2:15 pm IST

અભિનેત્રી અનુપ્રિયા ગોએન્કા એક પછી એક વેબ સીરીઝમાં કામ કરી તેનું ટેલેન્ટ દર્શાવી રહી છે. અનુપ્રિયાએ એક્ટિંગમાં વધારે સમય આપવા માટે તેની કોર્પોરેટ નોકરીને ઠોકર મારી દીધી હતી. અભિનેત્રીએ નાની મોટી બેનરની ફિલ્મો કરી બોલીવૂડમાં ઘણી આગળ આવી છે. અનુપ્રિયાએ તેના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે. અનુપ્રિયા વેબ સિરીઝ, જાહેરાતો અને ફિલ્મોમાં વ્યસ્ત છે દર્શકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી જોકે તેના પ્રોજેક્ટને લગતી માહિતી શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનુપ્રિયાના ગ્લેમરસ ફોટા પોસ્ટ કરેલા જોઈ શકાય છે, જે ખૂબ જ હોટ છે.

અનુપ્રિયા વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’માં જોવા મળી હતી. અભિનેત્રીને નિકહતની ભૂમિકા માટે દર્શકોનો ભરપુર પ્રેમ મળ્યો હતો. વેબ સીરીઝમાં વિક્રાંત મેસી, જેકી શ્રોફ, પંકજ ત્રિપાઠી અને મીતા વસિષ્ઠ જેવા દિગ્ગજ કલાકારોએ પણ અભિનય કર્યો હતો.

અનુપ્રિયાએ બીજા વેબ શો ‘ધ ફાઈનલ કોલમાં પણ કામ કર્યું છે. તે એક થ્રીલર સીરીઝ હતી જે પ્રિયા કુમારની 2015ની નવલકથા આઈ વિલ ગો વિથ યુ: ધ ફ્લાઇટ ઓફ અ લાઇફટાઇમ પર આધારિત હતી.

આ સિરીઝમાં અર્જુન રામપાલ, નીરજ કાબી, હર્ષદ અરોરા, જાવેદ જાફરી, સાક્ષી તંવર અને વિપિન શર્માએ અભિનય કર્યો હતો. અભિનેત્રી સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ ફિલ્મમાં પણ ચમકી હતી જેમાં તેણે રતન સિંહ (શાહિદ કપૂર)ની પહેલી પત્ની રાણી નાગમતીની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન