LAxmiji comes in home along with Vishnuji, do this mantra on Diwali
  • Home
  • Astrology
  • આ વિષ્ણુ મંત્રો ઘરને ભરી દેશે અપાર લક્ષ્મીથી, દિવાળીની સાંજે કરો શ્રદ્ધાથી જાપ

આ વિષ્ણુ મંત્રો ઘરને ભરી દેશે અપાર લક્ષ્મીથી, દિવાળીની સાંજે કરો શ્રદ્ધાથી જાપ

 | 11:21 am IST

પૌરાણિક શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ જગતના પાલનકર્તા છે. તેમનું સ્વરૂપ આનંદમયી છે. રોજ શ્રીહરિ વિષ્ણુનું સ્મરણ કરવાથી તમામ સંકટોનો નાશ થઈ જાય છે અને ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને બુધવારે તેનો પ્રભાવ વધારે હોય છે.  ‘ॐ નમો ભગવતે વાસુદેવાય નમ:’નો જાપ નિયમિત કરવામાં આવે તો તેનાથી પણ ઉત્તમ ફળ મળે છે. જો કે આ સિવાય પણ એવા મંત્ર છે જેનો જાપ કરવાથી ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

તુરંત ફળદાયી છે આ મંત્રો:
શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય |

ॐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ |

ॐ વિષ્ણવે નમ:

ॐ હૂં વિષ્ણવે નમ:

ॐ નમો નારાયણ શ્રી મન નારાયણ નારાયણ હરિ હરિ |

ॐ હ્રીં કાર્તવિર્યર્જુનો નામ રાજા બાહુ સહસ્ત્રવાન યસ્મ સ્મરેણ માત્રેણ હ્રતં નષ્ટં ચ લભ્યતે |

ધન-વૈભવ તેમજ સંપન્નતા માટેના વિશેષ મંત્રઃ
ॐ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભૂર્યા ભર ભૂરિ ઘેદિન્દ્ર દિત્સસિ |
ॐ ભૂરિદા ત્યસિ શ્રુત: પુરુત્રા શૂર વૃત્રહન્ આ નો ભજસ્વ રાધસિ ||

વિષ્ણુના પંચરૂપ મંત્રઃ
ॐ અં વાસુદેવાય નમ: |
ॐ આં સંકર્ષણાય નમ: |
ॐ અં પ્રદ્યુમ્નાય નમ: |
ॐ અ: અનિરૂદ્ધાય નમ: |
ॐ નારાયણાય નમ: |

લક્ષ્મી વિનાયક મંત્રઃ
દન્તાભયે ચક્ર દરો દધાનં
કરાગ્રસ્વર્ણઘટં ત્રિનેત્રમ્ |
ધૃતાબ્જયા લિંગિતમબ્ધિપુત્રયા
લક્ષ્મી ગણેશં કનકાભમીડે ||