on-google-play-store-beware-of-hidden-apps-quick-heal-detected-hiddad-malware
  • Home
  • Technology
  • સાવધાન ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો

સાવધાન ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો

 | 1:59 pm IST

ટેકનોલોજી જેટલી ઝડરથી અપડેટ થઈ રહી છે, તેની સાથે ખતરો પણ એટલો જ વધી જાય છે. શુ તમે જાણો છો કે સ્માર્ટફોનના ગૂગલ પ્લે સ્ટોરથી જે એપ ડાઉનલોડ કરો છો, તેમાં માલવેયર છુપાયેલો હોય છે.તે તમારા સ્માર્ટફોનને નુકસાન કરી શકે છે. એન્ટી વાયરસ સમાધાન પ્રદાન કરનાર કંપની ક્વીકહીલે લેબમાં થયેલા સંશોધનમાં આ માહિતી આપી છે. ક્વીકહીલે જોયુ કે ગૂગલ પ્લે સ્ટોરમાં માલવેયર છુપાયેલુ હોય છે.

ગૂગલ પ્લે સ્ટોરથી 50 હજારથી વધુ આ વાયરસ ડાઉનલોડ થયા છે. ક્વીક હિલે તેની માહિતી ગૂગલને આપી હતી પ્લે સ્ટોર પરથી માલવેયરને હટાવી દીધા છે. માલવેયર એપ્લીકેશનને આ રીતે uninstall કરો.

માલવેયર તમારા સ્માર્ટફોનને નુકસાન કરે તે પહેલા પ્લે સ્ટોર સેટીંગમાં એપ મેનેજરમાં જઇ તેને અનઈન્સ્ટોલ કરો. તમે સ્માર્ટફોનની સુરક્ષા માટે મોબાઈલ એન્ટીવાયરસનો ઉપયોગ કરી તેને હટાવી શકો છો. ટ્રોજન એવી માલવેયર એપ છે જે બીજા પ્રોગ્રામ સાથે ઘુસવાની કોશિશ કરે છે, અને ફોનના ફંક્શનમાં ગરબડ કરે છે.સ્પાઈવેર એવી માલવેયર એપ છે જે ઓપરેટિંગ સિસ્ટમને કંટ્રોલ કરે છે. આના એટેકથી હેન્ડસેટની રીકવરી અશક્ય થઈ જાય છે. સામાન્ય માલવેયરમાં કેબીર,સ્કલ્સ, કોમનવોરિયર, ઝીંઝર માસ્ટર, ડ્રાંયડકૂંગફુ, આઈકી, ગનપોડર, શેદુન, હમિંગબેન્ડ, ફોલ્સગાઇડ, સ્કીનર તેમજ ડ્રેસકોડ છે.