On Hindi Diwas Amit Shah Appeal As India's National Language, Opposition Party Protest
  • Home
  • Featured
  • એક દેશ એક ભાષા: અમિત શાહના નિવેદન પર મમતા બેનર્જી વિફર્યા અને ઓવૈસી ભડક્યા

એક દેશ એક ભાષા: અમિત શાહના નિવેદન પર મમતા બેનર્જી વિફર્યા અને ઓવૈસી ભડક્યા

 | 2:11 pm IST

ગૃહમંત્રી અમિત શાહે હિન્દી દિવસના અવસર પર આજે ‘એક દેશ એક ભાષા’ની વકાલત કરી તો હિન્દી પર ફરીથી વિવાદનો મધપૂડો છંછેડાયો. કેટલાંય વિપક્ષી દળના નેતા ભડકયા. બંગાળથી લઇને દક્ષિણના રાજ્યમાં તીખી પ્રતિક્રિયાઓ આવવા લાગી. જો કે શાહે કહ્યું કે આખા દેશની એક ભાષા હોવી ખૂબ જ જરૂરી છે જે દુનિયામાં ભારતની ઓળખ બને. ગૃહમંત્રીએ કહ્યું કે આજે દેશની એકતાને એક દોરીમાં બાંધવાનું કામ જો કોઇ ભાષા કરી શકે છે તો તે સૌથી વધુ બોલાતી હિન્દી ભાષા જ છે. જો કે ‘એક ભાષા’નો તેમનો આ વિચાર AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને DMK ચીફ સ્ટાલિન સહિતના કેટલાંય નેતાઓને ગમ્યો નથી.

ઓવૈસીનો ‘હિન્દી,હિન્દુ, હિન્દુત્વ’ એટેક

ઓવૈસીએ એક ભાષાની ડિબેટને હિન્દુત્વ સાથે જોડીને સાંપ્રદાયિક રંગ આપવાની પણ કોશિષ કરી. તેમણે ટ્વીટ કરી કહ્યું હિન્દુ દરેક ભારતીયની માતૃભાષા નથી. શું તમે આ દેશની કેટલી માતૃભાષાઓ હોવાની વિવિધતા અને સુંદરતાની પ્રશંસા કરવાની કોશિષ કરશો. હૈદ્રાબાદથી સાસંદે આગળ કહ્યું કલમ 29 દરેક ભારતીયને પોતાની અલગ ભાષા અને કલ્ચરનો અધિકાર આપે છે. ઓવૈસી એ ભાજપ પર નિશાન સાંધતા આગળ લખ્યું કે ભારત હિન્દી, હિન્દુ અને હિન્દુત્વથી પણ મોટું છે.

મમતાએ કહ્યું માતૃભાષાને ભૂલવી ના જોઇએ

થોડાંક વારમાં જ TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટ્વીટ આવી. તેમણે હિન્દીમાં લખતા હિન્દી દિવસની શુભકામના પાઠવી અને કહ્યું કે આપણે તમામ ભાષાઓ અને સંસ્કૃતિઓનું સમ્માન કરવું જોઇએ. તેમણે કહ્યું કે આપણે કેટલીય ભાષાઓ શીખી શકીએ છીએ પરંતુ આપણે આપણી માતૃભાષાને કયારેય ભૂલવી ના જોઇએ.

સ્ટાલિન બોલ્યા, નિવેદન પાછું ખેંચે શાહ

ત્યારબાદ દક્ષિણથી પ્રતિક્રિયા આવી. ડીએમકેના અધ્યક્ષ એમકે સ્ટાલિને કહ્યું કે આપણે સતત હિન્દીને થોપવાનો વિરોધ કરી રહ્યો છું. આજે અમિત શાહ દ્વારા કરાયેલી ટિપ્પણીથી અમને ઝાટકો લાગ્યો છે. આ એક દેશની એકતાને પ્રભાવિત કરશે. અમે માંગણી કરીએ છીએ કે આ નિવેદન પાછું લે. સ્ટાલિને કહ્યું કે બે દિવસ બાદ પાર્ટીની કર્યકારી સમિતિની બેઠક યોજાવાની છે જેમાં આ મુદ્દો ઉઠાવાશે.

આની પહેલાં શાહે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે હું દેશના તમામ નાગરિકોને અપીલ કરવા માંગું છું કે જ્યારે દુનિયાના 20ટકાથી વધુ લોકો હિન્દીમાં વાત કરી શકે છે, હિન્દી વાંચી શકે છે, હિન્દીમાં પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી શકે છે તો શું આ દિશામાં જઇને હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલાનારી ભાષા ના બની શકે. યુએન એ પણ સ્વીકાર કરવો પડ્યો કે હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષા છે અને આપણા દેશને એકાત્મકતાના સૂત્રમાં બાંધવા માટે હિન્દીનો આપણે સદઉપયોગ કરીએ.

રાજભાષા પર કરી મોટી વાત

શાહે એક કાર્યક્રમમાં કહ્યું કે અનેક ભાષાઓ, અનેક બોલીઓ, આપણા દેશની સૌથી મોટી તાકત છે પરંતુ જરૂર છે કે દેશની એક ભાષા હોય જેના લીધે વિદેશી ભાષાઓને જગ્યા ના મળે. તેમણે કહ્યું કે દેશની એક ભાષાને ધ્યાનમાં રાખીને જ આપણા પૂર્વજોએ રાજભાષાની કલ્પના કરી હતી અને રાજભાષા તરીકે હિન્દીને સ્વીકારી હતી. તેમણે આગળ કહ્યું કે હિન્દીને પ્રોત્સાહિત કરવી આપણી જવાબદારી છે.

શનિવારના રોજ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે હિન્દી દિવસના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.

આ વીડિયો પણ જુઓ – પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથની ગૂફામાં ધ્યાન લગાવ્યું તે હાઉસફૂલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન