On His Birthday PM Modi To Narmada Puja, Here's Celebrate Scheduled
 • Home
 • Featured
 • ગુજરાત પ્રવાસે PM મોદી, સવારે નર્મદા, બપોરે માતા સાથે ભોજન, જાણો હવે આગળનો કાર્યક્રમ

ગુજરાત પ્રવાસે PM મોદી, સવારે નર્મદા, બપોરે માતા સાથે ભોજન, જાણો હવે આગળનો કાર્યક્રમ

 | 7:13 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની 70મી વર્ષગાંઠ માદરે વતન ગુજરાતમાં ઊજવવા સોમવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાતવાસો કર્યા બાદ તેઓ વહેલી સવારે માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ મેળવાના હતા. પરંતુ કાર્યક્રમ ફેરફાર થયા બાદ પીએમ મોદી માતા હીરાબાને ગાંધીનગર મળ્યા પહેલાં તેઓ કેવડિયા ખાતે જવા માટે રવાના થઇ ગયા છે. અહીં મોદી પ્રથમવાર 138.68 મીટર સર્વોચ્ચ સપાટીથી છલકાયેલા નર્મદા ડેમના નીરમાં શ્રીફળ ચૂંદડી વહાવી નર્મદાના પાણીના વધામણાં કરશે. આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાશે, આ સાથે રાજ્યકક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવનો આરંભ થશે.

ગાંધીનગર રાજભવન પહોંચશે PM મોદી:

 • માતા સાથે બપોરનું ભોજન કર્યા બાદ પીએમ મોદી ગાંધીનગર ખાતે આવેલ રાજભવન જવા રવાના થયા છે. 
 • રાજભવન ખાતે પીએમ મોદી  આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
 • આ બેઠક બાદ વડાપ્રધાન મોદી વારાણસી જવા રવાના થશે.

માતાને મળવા પહોંચ્યા PM મોદી:

 • પીએમ મોદીએ માતા સાથે પૂરણ પોળી ,કઠોળ અને મિક્સ શાક જમ્યા.
 • લગભગ અડધો કલાક પીએમ મોદીએ માતા સાથે સમય પસાર કર્યો.
 • પીએમ મોદી માતા સાથે ગુજરાતી ભોજન જમ્યા.
 • પીએમ મોદીએ ઘરની બહાર લોકો સાથે પણ વાત કરી
 • પીએમ મોદીને જોવા માટે ઘરની બહાર લોકોનો હુઝુમ જોવા મળ્યો છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગરના રાયસણ પહોંચ્યા છે. 
 • પીએમ મોદીએ માતા સાથે ભોજન લીધું અને સમય વિતાવ્યો. 

 • પીએમ મોદીએ માતા સાથે કાંસાની થાળીમાં લીધું ભોજન
 • ચરણ સ્પર્શ કરી પીએમ મોદીએ માતાના આશીર્વાદ લીધા.

 • PM મોદી રાયસણ ખાતે માતા હીરા બાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા

PM મોદીનું સભાને સંબોધન:

 • એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું સપનું પૂરું થઈ રહ્યું છે : PM મોદી
 • અમારી સરકાર હવે વધુ ઝડપથી કામ કરશે, પહેલાથી પણ મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરશે: PM મોદી
 • છેલ્લા 100 દિવસોમાં અમે અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે: PM મોદી
 • દરેક ઘરમાં નળ અને પાણીની પહોંચી અમારો લક્ષ્ય: PM મોદી
 • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવે વિકાસની લહેર જાગશે: PM મોદી
 • જમ્મુ-કાશ્મીરમાં લોકોને 70 વર્ષ સુધી ભેદભાવનો સામનો કરવો પડ્યો: PM મોદી

 • આજે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. આજના દિવસે હૈદરાબાદ ભારત સાથે જોડાયું હતું  : PM મોદી
 • સિંગલ યુઝ ઓફ પ્લાસ્ટિકની સમસ્યાને દૂર કરવા માટે દેશ સતત પ્રયત્ન કરી રહ્યું છે: PM મોદી
 • દેશને પ્લાસ્ટિકની સમસ્યાથી બચાવવો છે: PM મોદી
 • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લોકોને રોજગારી મળી છે: PM મોદી
 • સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકર્પણને માત્ર 11 મહિના થયા છે તેમ છતાં અત્યાર સુધી 23 લાખથી વધુ પર્યટકો આવ્યા છે.
 • ગુજરાતમાં પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે: PM મોદી
 • ગુજરાત સહિત દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે: PM મોદી
 • રોકડીયા પાકના કારણે ખેડૂતોની આવકમાં વધારો થયો છે: PM મોદી
 • ગુજરાતનું પાણી માટીને પણ સોનું બનાવે છે: PM મોદી
 • માઇક્રો ઇરીગેશનથી ગુજરાતમાં 50 ટકા પાણીની બચત થઈ છે: PM મોદી
 • પરંતુ હવે તેનો વિસ્તાર 19 હજાર હેક્ટર સુધી થયો છે અને લગભગ 12 લાખ ખેડૂતોને લાભ થઈ રહ્યો છે: PM મોદી
 • માઇક્રો ઇરિગેશનનો વિસ્તાર 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતું અને માત્ર 8 હજાર ખેડૂતોને તેનો લાભ મળતો હતો: PM મોદી
 • ખેતી માટે એક વ્યાપક નેટવર્કની સ્થાપના ગુજરાતમાં થઈ: PM મોદી
 • સરદાર સરોવરનો ફાયદો સામાન્ય લોકો અને ખેડૂતોને થઈ રહ્યો છે: PM મોદી
 • આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મા નર્મદાની કૃપા થઈ છે જ્યાં પહેલા કેટલાક દિવસ સુધી પાણી પહોંચતું નહોતું: PM મોદી

 • ગુજરાતમાં થતા સફળ પ્રયોગોને સંપૂર્ણ દેશમાં ફેલાવવા છે: PM મોદી
 • કેવડિયામાં લોકોમાં જેટલો ઉત્સાહ છે એટલો જ આખા ગુજરાતના લોકોમાં જોવા મળ્યો છે: PM મોદી
 • જે લોકોએ ડેમના નિર્માણમાં સહયોગ કર્યો છે એવા લોકોને આજનો દિવસ આભાર વ્યક્ત કરવાનો છે: PM મોદી
 • અમે પહેલી વાર સરદાર સરોવર ડેમને પહેલીવાર છલોછલ ભરતા જોયો. આ અદ્ભુત છે: PM મોદી
 • સરદાર પટેલે જે સપનું જોયું હતું તે દાયકાઓ બાદ પૂર્ણ થયું. એ પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખોની સામે: PM મોદી
 • પ્રકૃત્તિ આપણી આરાધ્ય અને આભૂષણ છે. પર્યાવરણની સુરક્ષાથી પણ વિકસ થઈ શકે છે: PM મોદી
 • આ યોજનાનો લાભ ચાર રાજ્યોને મળી રહ્યો છે: PM મોદી
 • આજના દિવસે મા નર્મદાના દર્શન કરવાનો અવસર મળ્યો: PM મોદી
 • મને ફોટોગ્રાફીનો શોખ હતો: PM મોદી
 • સભાની શરૂઆત ‘કેમ છો’ થી કરી…, નર્મદે, સર્વદેના સૂત્રોચ્ચાર લગાવ્યા.
 • સીએમ રૂપાણી સભાને સંબોધન આપી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર છે.
 • સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. સીએમ વિજય રૂપાણીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. 
 • આ પહેલા ન્યુટ્રિશીયન પાર્કની મુલાકાત લીધી હતી. 
 • પીએમ મોદી સરદાર સરોવર ડેમ ખાતે સભાને સંબોધવા પહોંચ્યા છે.
 • પીએમ મોદી કેવડિયા ખાતે આવેલ ગરૂડેશ્વર દત્ત મંદિરે પહોંચ્યા છે.

 • મંત્રોચ્ચાર સાથે મા નર્મદાનું પૂજન કર્યું.
 • પીએમ મોદી નર્મદા પૂજન કરી રહ્યા છે. 
 • સરદાર સરોવર ડેમ પહોંચ્યા PM મોદી. નમામિ નર્મદા મહોત્સવમાં ભાગ લેશે. 
 • પીએમ મોદીએ એકતા નર્સરીની મુલાકાત લીધી. જે સ્ટેચ્યું ઓફ યુનિટી નજીક આવેલ છે. 

 • પીએમ મોદીએ બટરફ્લાય પાર્કમાં પતંગિયા ઉડાવ્યા.

 • પીએમ મોદી ચિલ્ડ્રન ન્યુટ્રીશીયન પાર્કની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલા સરદાર સરોવર ડેમ સાઇટની મુલાકાત લીધી.

 • ક્રૈક્ટર્સ પાર્કની મુલાકાતે PM મોદી, નવા પ્રોજેક્ટ નીહાળી રહ્યા છે વડા પ્રધાન
 • થોડીવારમાં પીએમ મોદી નર્મદા નદીની પૂજા અને આરતી કરશે.
 • પીએમ મોદીએ જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી. અહીં દેશ-વિદેશના પક્ષીઓ અને પ્રાણીઓ રાખવામાં આવશે. 

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે ઇકો ટૂરિઝમ સાઇટની મુલાકાત લીધી. 

 • ખલબાનીના ઇકો ટુરિઝમ પાર્કની મુલાકાત લઇ રહ્યા છે પીએમ મોદી. અહીં રિવર રાફટિંગની વ્યવસ્થા કરાઇ છે
 • પીએમ મોદીએ ગુજરાતના પ્રવાસ દરમ્યાન ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો એક વીડિયો પોસ્ટ કર્યો

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફારી પાર્ક પહોંચ્યા છે અને નિરિક્ષણ કરી રહ્યા છે. ઉપરાંત  રિવર રાફટિંગ પ્રોજેક્ટનું પણ નિરિક્ષણ કર્યું છે.  

 • ડેમના નિરીક્ષણ દરમ્યાન પીએમ મોદીની સાથે ગુજરાતના સીએમ વિજય રૂપાણી હાજર 

PM મોદીના કાર્યક્રમના તમામ અપડેટ્સ

– PM મોદી કેવડિયા સરદાર સરોવર ડેમ પહોંચી ગયા. અહીં તેઓ નર્મદા નદીની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ તેઓ ડેમની મુલાકાત લેશે અને પછી મંદિર જશે

– વડા પ્રધાન મોદી, તેમના માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મોટું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પ્રસ્થાપિત કરવા માટે કેવડિયા આસપાસ તૈયાર થઈ રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, બટરફ્લાય ગાર્ડન, વિશ્વ વન, એક્તા નર્સરી, એક્તા હોલ, રિવર રાફટિંગ વગેરેની મુલાકાત લેશે, તેઓ એકેય પ્રોજેક્ટ ખુલ્લો મૂકવાના નથી, પણ આ તેમની કેવળ ઇન્સ્પેક્શન વિઝિટ રહેશે, એમ સૂત્રો ટાંકી રહ્યાં છે, ત્યારબાદ ગરુડેશ્વર ખાતે દત્ત મંદિરમાં તેઓ પૂજા-અર્ચના કરી ત્યાં જાહેરસભા સંબોધશે. તેઓ લગભગ 12 વાગ્યા સુધી કેવડિયા રહેશે, એમ જણાવાઈ રહ્યું છે.

– વડા પ્રધાન મોદી લગભગ બે વાગ્યે ગાંધીનગર રાજભવન પરત આવશે અને ત્યાં બપોરનું ભોજન લેશે.

– સૂત્રો એમ જણાવી રહ્યાં છે કે, વડા પ્રધાન ક્યારે નવી દિલ્હી પરત જવાના છે તે છેલ્લી ઘડી સુધી નક્કી નથી, પણ બપોરના ભોજન બાદ અનુકૂળતાએ તેઓ નવી દિલ્હી પાછા જશે, એવો કાર્યક્રમ નિયત થયો છે.

PM મોદીના આજના કાર્યક્રમમાં આ થયો ફેરફાર

7.00 – માતા હીરાબાને મળવાના હતા તેની જગ્યાએ તેઓ સચિવાલય હેલિપેડથી કેવડિયા જવા રવાના
9.00 – કેવડિયામાં આગમન
10.00 – નર્મદા નીરના વધામણાં
10.15 – વિવિધ પ્રોજેક્ટ્સનું ઇન્સ્પેક્શન
11.00 – ગરુડેશ્વર ખાતે સભા
2.00 – ગાંધીનગર-રાજભવન પરત
3.00 – અનુકૂળતાએ નવી દિલ્હી જવા રવાના.

ત્રિરંગાની રોશનીમાં ન્હાયો સરદાર સરોવર ડેમ

પીએમ મોદીની મુલાકાત પહેલાં નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમ ત્રિરંગાની રોશનીથી ન્હાતો દેખાયો. આ ડેમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ 17મી સપ્ટેમ્બર 2017ના રોજ કર્યું હતું. હવે તેની જળસપાટી 139.68 મીટર થઇ ગઇ છે. બે વર્ષ પહેલાં બનેલા આ ડેમની જળસપાટી ક્ષમતા પ્રમાણે પહેલી વખત સૌથી ઉપર પહોંચી છે. વડાપ્રધાનના આગમનના અવસર પર ડેમને રંગબેરંગી રોશનીથી સજાવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન