On Home Ministry's Order For Of Full Payment In Lockdown, Says - No Case Be Registered On Any Company : SC
  • Home
  • Corona
  • લોકડાઉનના કારણે ઘરે બેઠેલા કર્મચારીઓને જોરદાર ઝાટકો, સુપ્રીમે આપ્યો મહત્વનો ચુકાદો

લોકડાઉનના કારણે ઘરે બેઠેલા કર્મચારીઓને જોરદાર ઝાટકો, સુપ્રીમે આપ્યો મહત્વનો ચુકાદો

 | 6:43 pm IST

સુપ્રીમ કોર્ટે લોકડાઉનમાં પુરતુ વેતન ના આપનારી કંપનીઓ વિરૂદ્ધ કેસ ના ચલાવવાનો આદેશ આપ્યો છે. દેશની વડી અદાલતે દેશમાં તમામ પ્રશાસનને આદેશ આપ્યો છે કે તેઓ એ કંપનીઓ વિરૂદ્ધ કેસ ના ચાલવે જે કોવિડ-19ના કારણે રાષ્ટ્રવ્યાપી બંધ દરમિયાન કામદારોને પુરો પગાર આપવામાં અસમર્થ છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવ, સંજય કિશન કૌલ અને બીઆર ગવઈની પીઠે કેન્દ્ર અને રાજ્યોને કામનું વળતર ના ચુકવવાના કારણે ખાનગી કંપનીઓ, કારખાનાઓ વિરૂદ્ધ કેસ ના ચલાવવા આદેશ કર્યો છે. વડી અદાલતે ઔદ્યોગિક એકમો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આ ચુકાદો આપ્યો છે અને કેન્દ્નને આદેશ કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 29 માર્ચે એક સર્યુલર જાહેર કરીને ખાનગી કંપનીઓને આદેશ આપ્યા હતાં કે, તેઓ રાષ્ટ્રવ્યાપી બંધ દરમિયાન પણ કર્મચારીઓને પુરા પગાર ચુકવે.  

અરજીકર્તાઓએ પેમેંટ માંગવા પર નિર્ણય લેવાની છુટ

ઔદ્યોગિક એકમો દાવો કરતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં કે, તેમની પાસે પગાર ચુકવવાનો બીજો કોઈ વિકલ્પો નથી, કારણ કે ઉત્પાદન જ ઠપ્પ પડ્યું છે. અરજીકર્તાઓએ વડી અદાલતને કહ્યું હતું કે, કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન સંગઠનોને તેમના કાર્યબળ (વર્કફોર્સ)ને વેતનની ચૂકવણી કરવાની સંપૂર્ણ છુટછાટ આપવી જોઈએ. અરજી મુંબઈના એક કપડાની કંપની અને 41 નાના સંગઠનોના પંજાબના એક ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવી હતી. 

બંધારણના જુદા જુદા અનુચ્છેદોનો હવાલો

અરજીમાં ગૃહ મંત્રાલયે 29 માર્ચના આદેશને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ ઈમરજન્સી પ્રબંધન અધિનિયમ 2005ની કલમ 10(2)ની બંધારણીય કાયદેસરતાને પડકારી હતી. પંજાબ સ્થિત લુધિયાણા હેંડ ટૂલ્સ એસોસિએશને દાવો કર્યો હતો કે, ઈમરજન્નસી પ્રબંધન અધિનિયમ, 2005 અંતર્ગત 29 માર્ચે ગૃહ મંત્રાલયે આપેલો આદેશ, બંધારણના અનુચ્છેદ 14, 19(1)(G), 265 અને 300નું ઉલ્લંઘન કરે છે, જેને પાછો ખેંચવામાં આવે. આ દલિલને ગ્ર્રાહ્ય રાખતા વડી અદાલતે પોતાનો ચુકાદો આપ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : સુપ્રીમ કોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આપી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન