ભારતની યજમાની કરવા પર ઓસ્ટ્રેલિયાએ કહ્યું-‘ખેલાડીઓની સુરક્ષા મહત્વની, પાકિસ્તાન પ્રવાસ પહેલા…’

ટીમ ઇન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ આ વર્ષનો સૌથી મહત્વનો અને મોટો પ્રવાસ છે. પહેલા ટી-20 મેચ અને પછી ટીમ ઇન્ડિયાને વર્ષના અંતે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. જોકે કોરોના વાયરસના કારણે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી કેવિન રોબર્ટસે કહ્યું કે ભારતીય ટીમ આ વર્ષના અંતમાં ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાની 90 ટકા સંભાવનાઓ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હાલમાં ખુબ જ આર્થિક દબાણમાં છે અને તેને કોઇ પણ હાલતમાં આ સિરીઝની જરૂર છે. આ માટે તેમને પ્રસારણ અધિકારના 30 કરોડ ડૉલર મળશે. કોરોના વાયરસ મહામારીના કારણે તેને પોતાના 80 ટકા સ્ટાફને જૂન માસ સુધી 20 ટકા પગારમાં રાખવા પડ્યા છે. રોબર્ટસે ન્યૂઝ એજેન્સીને કહ્યું કે, આજકાલ કંઇ નિશ્ચિત નથી. હું તેવું નહી કહું કે પ્રવાસની સંભાવના 10માથી 10 છે પરંતુ દસમાંથી નવ જરૂર છે.
શરૂઆતથી જ સ્ટેડિયમમાં દર્શક નહી
તેમણે કહ્યું કે, હાલમાં કંઇ કહી શકીએ નહી દર્શકો હશે કે નહી. જો ભારતનો પ્રવાસ થતો નથી તો મને આશ્ચર્ય થશે. પરંતુ હું એટલી રાહ જરૂરથી કહીશક કે શરૂઆતથી જ સ્ટેડિયમમાં દર્શકો નહી હોય. તેના પછી જોઇએ છીએ કે શું થાય છે. ઓસ્ટ્રેલિયાઇ ટીમને સિમીત ઓવરોમાં સિરીઝ માટે ઇંગ્લેન્ડ જવાનું છે પરંતુ આ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝના ઇંગ્લેન્ડ પ્રવાસની રાહ જોઇ રહ્યા છે.
રોબર્ટસે કહ્યું કે, અમે અમારા ખેલાડીઓની સુરક્ષાને લઇ કોઇ બાંધછોડ કરીશુ નહી. અમે જોઇએ છે કે વેસ્ટઇન્ડીઝ અને પાકિસ્તાનનો ઇંગ્લેન્ડ પ્રવાસ કેવો રહે છે. આશા છે કે, કોઇ મુશ્કેલી નહી આવે. ઓસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વ કપ યોજાવાની સંભાવનાઓ પણ ઓછી છે જેને 2021માં કરાવવામાં આવી શકે છે. જ્યારે 2022નો વિશ્વ કપ ભારતમાં યોજાશે.
આ વીડિયો પણ જુઓ : કોરોનાથી વધતા મોતના આંકડા પર સૌથી મોટો ખુલાસો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન