on-instagram-social-media-viral-arpita-sharma-shared-a-picture-salman-khan-with-nephew-ahil
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાને તેના ભાણેજ સાથે કરી ખુબ મસ્તી, વાયરલ થયા ફોટાઓ

સલમાને તેના ભાણેજ સાથે કરી ખુબ મસ્તી, વાયરલ થયા ફોટાઓ

 | 1:46 pm IST

સલમાન ખાન તેના ફેમીલીને લઈને હંમેશા ચર્ચામાં રહ્યો છે. ભાઈ હોય કે તેના પિતા હોય પરિવાર સાથે સલમાન ઉભો રહ્યો છે. અરબાઝ, સોહિલ કે પછી તેની બહેન અર્પિતા હોય સલમાન હંમેશા આ લોકો સાથે પાર્ટી કરતો કે સમય વીતાવતો નજરે ચડ્યો છે. સલમાનના ભાઈ અરબાઝના મલાઈકા સાથે છુટાછેડા થયા ત્યારથી આ પરિવાર બહુ ઓછો નજરે આવતો હતો.

આયુષ શર્મા અને અર્પિતા શર્મા સલમાનના બહેન અને જીજાજી છે તેના પુત્ર સાથે સલમાન હંમેશા મસ્તી કરતો અને નાનો બાળક બની જતો જોઈ શકો છો. આયુષ શર્મા અને અર્પિતા શર્માના પુત્ર ઓહિલ શર્માની ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર ફોટાઓ વાયરલ થાય છે.

સલમાનનો ભાણેજ આહિલ મામા સલમાન સાથે મસ્તી કરતો જોવા મળે છે. અવારનવાર તેના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એક વાર ફરીથી તેના ફોટાઓ વાયરલ થયા છે. અર્પિતાએ સોશિયલ મીડિયા પર આ ફોટાઓ શેર કર્યા છે.

સલમાન ખાનની બહેન અર્પિતા શર્માએ પોતાના પુત્ર આહિલ અને ભાઈ સલમાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અર્પિતા તેના પુત્ર સાથેના ફોટાઓ અને વીડિયો શેર કરતી જ રહે છે. આ વખતે શેર કરેલા ફોટાઓમાં સલમાન આહિલ સાથે ખુબજ મસ્તી કરતો નજરે ચડે છે. અર્પિતાના આ ફોટાને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી ચુક્યા છે.

થોડા દિવસ પહેલા જ આયુષનો જન્મદિવસ મનાવવામાં આવ્યો.સલમાન ખાને થોડા દિવસ પહેલા જ તેના જીજાજીનો જન્મદિવસ ધામધુમથી ઉજવ્યો હતો, જેમાં બોલીવુડની હસ્તીઓ ઉમટી પડી હતી. આ દિવસે ખાન પરિવાર બહુ લાંબા સમયબાદ એક સાથે નજરે ચડ્યો હતો.

જ્યારે આયુષ કેક કાપી રહ્યો હતો, એ સમયે અર્પિતાએ સલમાન અને આહિલનો આ ફોટો ખેંચી લીધો હતો. જેમાં સલમાન ખુબજ મસ્તી કરી રહ્યો હતો તેના
ભાણેજ સાથે.