NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભગવાન રામ વિના ભારતમાં કોઈ કામ થઈ શકતા નથી : યોગી

ભગવાન રામ વિના ભારતમાં કોઈ કામ થઈ શકતા નથી : યોગી

 | 7:37 pm IST

યુપીનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભારતમાં ભગવાન રામ વિના કોઈ કામ થઈ શકતા નથી. રામ લોકોની આસ્થાનું પ્રતિક છે. દેશમાં તમામ આસ્થાનું કેન્દ્ર બિન્દુ ભગવાન રામ છે. યોગીએ મ્યુનિસિપાલિટીની ચૂંટણીનો પ્રચાર શરૂ કરતી વખતે હિન્દુત્વની વાત કરી હતી. અયોધ્યામાં રામમંદિર વિવાદ વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે મધ્યસ્થી બનવાની શ્રી શ્રી રવિશંકરની પહેલને તેમણે આવકારી હતી. તેમણે જય શ્રી રામનો નારો લગાવીને પ્રચારનાં શ્રીગણેશ કર્યા હતા.

નગરોમાં વિકાસની ગંગા વહાવવામાં આવશે

યોગીએ કહ્યું હતું કે આ ચૂંટણી અમારા માટે મેયર કે ચેરમેન બનવા માટેની નથી. નગરોમાં વિકાસની ગંગા વહેવડાવવામાં આવશે. દેશ અને પ્રદેશની રાજનીતિમાં અયોધ્યાનું સ્થાન સર્વોચ્ચ છે. લોકોને બે તૃતીયાંશ બહુમતીથી ભાજપનાં ઉમેદવારોને જીતાડવા તેમણે અપીલ કરી હતી. પાર્ટીને જીતાડવા માટે ભાજપએ ઢંઢેરામાં લોકોને મફતમાં વાઈફાઈ સુવિધા આપવાની અને મહિલાઓ માટે ફ્રી પિન્ક ટોઈલેટનાં વચનો આપ્યા છે. અયોધ્યાનો અને મથુરાનો વિકાસ કરવા માટે તમામ પગલાં તેમજ ૨૪ કલાક વીજળીની ખાતરી આપી છે. અયોધ્યામાં ભાજપએ પહેલીવાર મ્યુનિસિપાલિટી રચી છે અને ત્યાં પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે તેથી ભાજપને વિજયી બનાવવા તેમણે અપીલ કરી હતી.

હિન્દુત્વ કોઈ જાતિ કે ધર્મનું નહીં પણ ભારતનાં જુસ્સાનું પ્રતિક છે

યોગીએ કહ્યું હતું કે જે લોકો હિન્દુત્વનો વિરોધ કરે છે તેઓ વિકાસનો વિરોધ કરે છે. હિન્દુત્વ એ કોઈ જાતિ કે ધર્મ કે સંપ્રદાયનું નહીં પણ ભારતનાં સ્પિરિટનું પ્રતિક છે. અયોધ્યા આપણા સૌના માટે પવિત્ર સ્થળ છે. અહીં કોઈ યુદ્ધ ખેલાયું નથી આથી ચૂંટણીઓ પણ તે રીતે યોજાય તેવી આશા તેમણે દર્શાવી હતી. જે લોકો વંશવાદનું રાજકારણ ખેલ છે તેઓ હિન્દુત્વનો વિરોધ કરી રહ્યા છે.

બિનસાંપ્રદાયિકતા શબ્દ સૌથી મોટું જઠ્ઠાણું : યોગી

યોગીએ કહ્યું હતું કે દેશમાં સ્વતંત્રતા પછી બિનસાંપ્રદાયિકતા શબ્દ એ સૌથી મોટું જુઠ્ઠાણું છે. જે લોકો આવા શબ્દનો ઉપયોગ કરે છે તેમણે આ માટે માફી માગવી જોઈએ. ઈતિહાસમાં તોડી મરોડીને જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા કે છેડછાડ કરવામાં આવી હોય તે પણ એક પ્રકારનો રાષ્ટ્રદ્રોહ ગણાવો જોઈએ. આ પછી કોંગ્રેસનાં કપિલ સિબ્બલે સાધુમાંથી સીએમ બનેલા યોગીને ટિવટ કરીને જવાબ આપ્યો હતો કે , યોગી એક તરફ સેક્યુલર શબ્દને મોટામાં મોટું જુઠ્ઠાણુ ગણાવે છે અને મોદી સરકારની સરખામણી રામરાજ્ય સાથે કરે છે. આ સત્ય જ મોટું જુઠ્ઠાણું છે.

યોગીએ કહ્યું કે યુરોપમાં પાકિસ્તાન અને પાકીને પણ અપશબ્દ ગણે છે. આમ પાકિસ્તાનએ અપશબ્દનો પર્યાય છે. કોંગ્રેસ જાતિ, ધર્મ અને ભાષાના નામે લોકોમાં ભાગલા પડાવતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

અયોધ્યામાં સરયુ કાંઠે રામની ૧૦૦ મીટર ઉંચી પ્રતિમા મુકવા વચન

યોગીએ અયોધ્યામાં સરયુ કાંઠે ભગવાન રામની ૧૦૦ મીટર ઉંચી પ્રતિમા મુકવાનું લોકોને વચન આપ્યું હતું. આ અગાઉ ભગવાન બુદ્ધની ૫૦૦ મીટર ઉંચી આખા વિશ્વમાં ઉંચામાં ઉંચી પ્રતિમા મુકવા પણ તેમણે જાહેરાત કરી હતી. પૂર્વ સીએમ અખિલેશ યાદવે સૈફઈમાં હનુમાનજીની પ્રતિમા મુક્યા પછી કૃષ્ણની ર્મૂિત લગાવવા યોજના બનાવી છે. અગાઉ માયાવતીએ આખા યુપીમાં ઠેરઠેર હાથીની મોટી મોટી પ્રતિમાઓ મુકી હતી. આમ યુપીમાં હાલ સ્ટેચ્યુ … સ્ટેચ્યુની ગેમ ચાલી રહી છે.