on-mahindra-suvs-discount-of-upto-70-thousand-rupees-and-bumper-cashback
  • Home
  • Featured
  • Mahindraની આ કારો પર મળશે 70 હજાર સુધીની છુટ તેમજ કેશબેક

Mahindraની આ કારો પર મળશે 70 હજાર સુધીની છુટ તેમજ કેશબેક

 | 3:33 pm IST

તહેવારોની સીઝનમાં કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ પર સ્માર્ટફોન્સથી લઈને ઘરેલુ સામાન પર મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. તો કેટલીક કાર નિર્માતા કંપનીઓ પોતાની કારો પર ખુબજ સારૂ એવુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. Mahindra પણ આ લીસ્ટમાં સામેલ છે. આ કંપની તેના કેટલાક મોડલ પર ભારે છૂટ આપી રહી છે.
Mahindra KUV100

Mahindraની લાઈનઅપમાં આ સૌથી નાનું મોડલ છે અને હાલ આ કાર પર મોટુ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. Mahindra KUV100ના K2 વેરિયન્ટ પર 20 હજારની છૂટ મળી રહી છે. જ્યારે K4 વેરિયન્ટ પર 26 હજારની છૂટ મળી રહી છે. તો K6+ અને K8 વેરિયન્ટ પર 43 હજારની છૂટ મળી રહી છે.આ તમામ મોડલ પર એક્સચેન્જ ઓફર પણ છે. જો તમે તમારી જૂની કાર એક્સચેન્જ કરો છો તો તમને 29 હજારની છૂટ મળશે. તેમજ આ તહેવારો પર Mahindra KUV100 પર કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Mahindra TUV300

​આ TUV300 પર આ ફેસ્ટીવલ સીઝનમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેના પર 38 હજારનું ડિસ્કાઉન્ટ અને 15 હજારનું એક્સચેન્જ બોનસ મળે છે. કંપની પર 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Mahindra TUV300 Plus

TUV300ના આ મોડલમાં TUV300 Plus પર Mahindra 70 હજારનું ડિસ્કાઉન્ટ આપી રહ્યુ છે. આ ડિસ્કાઉન્ટમાં 40 હજારનું કેશબેક અને 25 હજારનું એક્સચેન્જ બોનસ મળશે. ખાસ વાત એ છે કે આ મોડલ પર 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Mahindra Marazzo

​Mahindraની હાલની નવી કાર Marazzo લૉન્ચ કરવામાં આવી છે. આ કારની ડિઝાઈન શાર્કથી ઈન્સ્પાયર છે. ફ્રન્ટથી લઇને બેક સુધી ખાસ શાર્કનો ક્લુ મળે છે. Marazzoની કિંમત 9.99 લાખથી 13.9 લાખ છે. જેના પર આકર્ષક ઓફર મળી રહી છે, 15000ની એક્સચેન્જ ઓફર મળી રહી છે.

Mahindra Scorpio

નફો કરનાર Scorpio પર 70,500નું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. જેમાં S5, S7 અને S11 વેરિયન્સ પર 40 હજાર કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આના પર 10 હજારનું એડિશનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. સાથે સાથે 5,500નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Mahindra Bolero Power Plus

Mahindra Bolero શરૂઆતથી જ ખુબજ લોકપ્રિય છે. એક દશકમાં તેનો ક્રેજ સહેજ પણ ઓછો થયો નથી. Bolero Power Plus રફ અને એસયુવી પર કંપની 30 હજારની છૂટ આપી રહી છે. જેમાં 15 હજારનું કેશ ડિસ્કાઉન્ટ છે. 10 હજારનું એક્સચેન્જ બોનસ છે 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Mahindra Thar

રફ અને ટફ ગાડીઓનો વપરાશ કરતા લોકો વચ્ચે આ કાર ખુબજ લોકપ્રિય છે. આ એસયુવી તમામ વર્ગના ગ્રાહકો માટે નથી. અને કદાચ એને ધ્યાનમાં રાખીને મહિન્દ્રાએ ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યુ છે. આ કાર પર 6 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

Mahindra XUV500

આના પર 45 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. જેમાં 10 હજારનું કેશ ડિસ્કાઉન્ટ અને 25 હજારનું એક્સચેન્જ બોનસ મળી રહ્યુ છે. તેની સાથે 10 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.