On More time ticket booking cancel in Private Trains due to lockdown
  • Home
  • Business
  • કોરોના ઇફેક્ટ: લોકડાઉનના કારણે નથી મળી રહ્યા મુસાફરો, ટ્રેનમાં ટિકિટ બુકિંગ ફરી બંધ

કોરોના ઇફેક્ટ: લોકડાઉનના કારણે નથી મળી રહ્યા મુસાફરો, ટ્રેનમાં ટિકિટ બુકિંગ ફરી બંધ

 | 1:13 pm IST

દેશમાં લોકડાઉન હોવા છતાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે હવે લોકડાઉનની મર્યાદામાં વધારો થાય એવી મજબૂત સંભાવનાઓને જોતા પ્રાઇવેટ ટ્રેનોમાં બુકિંગ એકવાર ફરી બંધ કરી દેવામાં આવ્યું છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી લોકડાઉનની મર્યાદાને આગળ વધારવામાં આવી શકે છે. તેથી હવે પ્રાઇવેટ ટ્રેનોમાં એક મે 2020થી બુકિંગ ખુલી શકે છે.

દેશમાં પ્રાઇવેટ ટ્રેનના સંચાલનની શરૂઆત કરનારી કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(IRCTC) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગામી 15 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે પ્રાઇવેટ ટ્રેનનું સંચાલન રદ કરવામાં આવ્યું છે. તેથી આ ટ્રેનોમાં બુકિંગ ફરીથી બંધ કરવામાં આવ્યું છે. આ અંગે રેલવેને માહિતી આપવામાં આવી છે. તેથી તેમણે પણ સરળતા રહે.

એક દિવસમાં 150થી 200 મુસાફરોનું જ બુકિંગ મળી:

અધિકારીએ જણાવ્યું કે લોકડાઉન બાદની અવધિ માટે જ્યારે ટ્રેનમાં બુકિંગ ખોલવામાં આવ્યું હતું. તો રેલવેની લોકપ્રિય ટ્રેનોમાં તો ખૂબ બુકિંગ થયું. પરંતુ પ્રાઇવેટ ટ્રેનમાં બુકિંગ ખૂબ જ ઓછું થયું. અનુમાન મુજબ એક દિવસમાં 150થી 200 મુસાફરોનું જ બુકિંગ મળી રહ્યું છે. તેથી માત્ર એટલા મુસાફરોને લઈ આખી ટ્રેન ચલાવવી મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ અધિકારીએ જણાવ્યું કે જે મુસાફરોએ 15થી 30 એપ્રિલ 2020 વચ્ચે યાત્રા માટે તેજસ એક્સપ્રેસમાં બુકિંગ કરાવ્યું હતું. તેમને રિફંડ આપવામાં આવશે.

 રેલવેએ 21 દિવસ માટે 13,523 ટ્રેનોની સેવાઓ બંધ કરી:

રિપોર્ટ પ્રમાણે 24 માર્ચે લોકડાઉનની જાહેરાત બાદ રેલવેએ 21 દિવસ માટે 13,523 ટ્રેનોની સેવાઓ બંધ કરી હતી. જેના કારણે પ્રાઇવેટ ટ્રેનોનું સંચાલન પણ બંધ થયું છે. આપણે જણાવી દઈએ કે હાલ દેશમાં આઈઆરસીટીસી તેજસ એક્સપ્રેસના નામથી દિલ્હીથી લખનઉ અને અમદાવાદથી મુંબઈ રૂટ માટે પ્રાઇવેટ ટ્રેન શરૂ કરી છે.

આ વીડિયો પણ જુઓ: મોરબીમાં બેન્ક બહાર રૂપિયા ઉપાડવા લોકોની લાગી લાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન