On National Philately Day Innovative idea-based F.B. Page design
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નેશનલ ફિલાટેલી દિવસે નવીન વિચાર આધારિત એફ.બી. પેજની રચના

નેશનલ ફિલાટેલી દિવસે નવીન વિચાર આધારિત એફ.બી. પેજની રચના

 | 4:15 pm IST
  • Share

  • 13મી ઓકટોબર નેશનલ ફિલાટેલી દિવસ તરીકે ઉજવણી
  • ભારતીય ઉપખંડના પક્ષીઓની ટપાલ ટિકિટો-ડાક સામગ્રીના સંગ્રાહકો માટે મંચ
  • જ્ઞાનના આદાન પ્રદાનનું મંચ બનશે આ એફ.બી.પેજ

 

આપણામાંથી સૌ કોઇ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. વડોદરાના પક્ષી છબીકાર અને ડાક સામગ્રીના સંગ્રાહક ડો.રાહુલ ભાગવત અને તેમના સમાન રસ અને શોખ ધરાવતા મિત્ર શ્રી યશોધન ભાટિયા કે જેઓ પણ એક ઉત્તમ કક્ષાના પક્ષી છબીકાર અને પક્ષી ટપાલ ટિકિટ સંગ્રાહક છે, આ બંને એ સમાજને ઉપયોગી અને દિશાદર્શક બની રહે તેવા અને નવીન વિચાર આધારિત એફ.બી. પેજની રચના કરી છે.

આ પેજનો વિષય ભારતીય ઉપખંડની પક્ષી વિવિધતા અને જગતના દેશોએ ભારતીય ઉપખંડના પક્ષીઓ અંગે પ્રકાશિત કરેલી ટપાલ ટિકિટો અને ડાક સામગ્રી એવો એકદમ જુદો તરી આવતો રાખવામાં આવ્યો છે. ભારતીય ઉપખંડના પક્ષીઓને લગતી ટપાલ સામગ્રીના સંગ્રાહક અને તેમાં રસ ધરાવતા લોકો માટેનો આ સોશિયલ મીડિયા મંચ છે.

13મી ઓકટોબરની નેશનલ ફિલાટેલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ફીલાટેલી એટલે ટપાલ ટિકિટો અને ડાક સામગ્રીના અભ્યાસનો ઇતિહાસ.તેને સુસંગત રીતે આજે 13મી ઓકટોબરે આ પાર્લિયામેન્ટ ઓફ બર્ડ ફિલાટેલિસ્ટ નામક પેજ તરતું મૂકવામાં આવ્યું છે.

ભારતીય ઉપખંડમાં 13૦૦ જેટલી વિવિધતાસભર, આકર્ષક, રમણીય અને ઋતુ તેમજ હવામાનની અનુકૂળતા પ્રમાણેની પક્ષી સૃષ્ટિ જોવા મળે છે તેવી જાણકારી આપતાં ડો.રાહુલ ભાગવતે જણાવ્યું કે, સ્વદેશી ડાક સામગ્રી અને ટપાલ ટિકિટો પર માત્ર 60જેટલી પ્રજાતિઓને જ સ્થાન મળ્યું છે.

તેમણે જણાવ્યું કે આશ્ચર્યની વાત એ છે કે જગતના દેશોએ ભારતીય ઉપખંડની પક્ષી વિવિધતાને પોતાની ટપાલ ટિકિટો અને પોસ્ટલ મટીરીયલ પર સ્થાન આપ્યું છે. ભારતીય ઉપખંડના પક્ષીઓનું નિરૂપણ કરતી વિશ્વના કોઈપણ દેશની ટપાલ સામગ્રી આ પેજ પર મૂકી શકાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો