નવી કારની ખરીદી પર સરકાર આપશે રૂ. 2.50 લાખ સુધીની સબસિડી !!! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નવી કારની ખરીદી પર સરકાર આપશે રૂ. 2.50 લાખ સુધીની સબસિડી !!!

નવી કારની ખરીદી પર સરકાર આપશે રૂ. 2.50 લાખ સુધીની સબસિડી !!!

 | 4:37 pm IST
  • Share

પર્યાવરણની જાળવણી અને ઊર્જા સ્ત્રોતના બચાવ માટે સરકાર તરફથી નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. જેના માટે હવે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર ટૂંક સમયમાં એક મોટી યોજનાની ઘોષણા કરી શકે છે. જૂની ગાડીઓને ભંગારિયાને આપી નવી ઈલેક્ટ્રિક કાર અથવા ટુ-વ્હીલર ખરીદવા માટે સરકાર તમને સબસિડી આપવાનું વિચારી રહી છે.

પેટ્રોલ અથવા ડીઝલ કાર સ્ક્રેપ કરીને ઈલેક્ટ્રિક કાર ખરીદવા પર સરકાર 2.5 લાખ રૂપિયા સુધીની મદદ આપશે. બીજી તરફ 1.5 લાખ રૂપિયા સુધીના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારાઓને 30 હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. સરકારે આ યોજના માટે એક નવી યોજના ડ્રાફ્ટ કરી છે.

કેબ અને બસ સંચાલકોને ગ્રીન વ્હીકલ માટે વધુ મદદ મળશે. ટેક્સી રૂપે ચલાવવા માટે 15 લાખ રૂપિયા સુધીની ઈલેક્ટ્રિક કાર ખરીદાનારને 1.5થી 2.5 લાખ રૂપિયાની મદદ મળશે. આ સબસિડી પ્રી-બીએસ 3 વાહનોને સ્ક્રેપમાં નાખી પર્સનલ યૂઝ માટે ઈલેક્ટ્રિક કાર ખરીદવા પર પણ મદદ મળશે. આના માટે અપ્રૂવ્ડ સ્ક્રેપિંગ સેન્ટરમાંથી સર્ટિફિકેટ મેળવવું પડશે. આ ઈલેક્ટ્રિક ગાડીઓ માટે 9,400 કરોડ રૂપિયાના પેકેજનો એક હિસ્સો છે.

પેસેન્જર વ્હીકલ અને ટૂ વ્હીલરની ખરીદી પર આગામી પાંચ વર્ષમાં સરકારી મદદ પર આશરે 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે. આશરે 1000 કરોડ રૂપિયાથી દેશભરમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના છે.

ભારે ઉદ્યોગ વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર તમામ મેટ્રો શહેરમાં દર 9 ચોરસ કીમીના વિસ્તારમાં ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના છે. 10 લાખથી વધુ વસ્તીવાળા અને ચિન્હિત સ્માર્ટ સિટી ઉપરાંત દિલ્હી-જયપુર હાઈવે, દિલ્હી-ચંડીગઢ, ચેન્નઈ-બેંગાલુરુ અને મુંબઈ-પુણે હાઈવે પર દર 25 કીમી પર ચાર્જિંગની સુવિધા મળશે.

સરકારના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહેલી આ યોજનાથી ઑટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ભારે ઝટકો લાગી શકે છે જે તમામ પ્રકારના ઈલેક્ટ્રિક વાહનો માટે મદદ ઈચ્છે છે. ઈન્ડસ્ટ્રી એવી આશા સાથે કામ કરી રહી છે કે, સરકાર ઈલેક્ટ્રિક વાહનોની ખરીદગીને વધુ આકર્ષક બનાવવા માટે તેમને વધુ પ્રોત્સાહન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન