on social media baby elephant crossing the road with his mother
  • Home
  • Featured
  • હાથણી તેના બે બચ્ચાઓ સાથે રસ્તો પાર કરતી હતી, નાનકડુ બચ્ચુ પાછળ રહી ગયુ અને પછી….

હાથણી તેના બે બચ્ચાઓ સાથે રસ્તો પાર કરતી હતી, નાનકડુ બચ્ચુ પાછળ રહી ગયુ અને પછી….

 | 12:43 pm IST

હાલ હાથીનો વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથણી તેના બે બાળકો સાથે રસ્તો ઓળંગતી નજરે પડે છે. આ વાયરલ વીડિયોમાં હાથણી તેના બે બાળકો સાથે જંગલ તરફ રસ્તો પાર કરતી નજરે પડે છે, પરંતુ આ વીડિયોમાં એક ખાસ વાત છે જે તેના તરફ ધ્યાન દોરે છે તે છે કે હાથણી અને તેનુ એક બાળક રસ્તા પર આરામદાયક રીતે પસાર થાય છે અને જંગલ તરફ આગળ વધે છે પણ નાનકટપ બચ્ચુ રસ્તો પાર કરી શકતુ નથી.

હાથણી જુએ છે કે બચ્ચુ રસ્તો પાર કરી શકશે નહી તે પરત ફરી બચ્ચાનો પગ પકડી રસ્તો પાર કરાવવાનો પ્રયાસ કરે છે. હાથણી બે વખત પ્રયાસ કરે છે બચ્ચુ ત્યારે રસ્તો પાર કરી શકે છે. માતા સાથે મોજથી રસ્તો પાર કરી જાય છે.

એજ સમયે રસ્તા પર એક ટ્રક પસાર થવાનો હતો જે થંભી જાય છે હાથી રસ્તો પાર કરે પછી જ તે ટ્રેક ત્યાંથી પસાર થાય છે. ક્યારેક ક્યારેક આપણી આસપાસ ખુબજ સહજતાથી કેટલાક એવા દૃશ્યો જોવા મળે જેને તમે ક્યારેય ભૂલી ન શકો. આ વીડિયોમાં પણ આવુ જ જોવા મળશે. તો જુઓ આ મજેદાર વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન