on-social-media-priyanka-chopra-and-nick-jonas-honeymoon-pictures-getting-viral
  • Home
  • Featured
  • હનીમૂન પર છે પ્રિયંકા-નિક ઓમાનના સમુદ્રની રેતી પર લખ્યું કે……

હનીમૂન પર છે પ્રિયંકા-નિક ઓમાનના સમુદ્રની રેતી પર લખ્યું કે……

 | 10:27 am IST

અભિનેત્રી પ્રિયંકા અને નિક જોનસ લગ્ન બાદ ખાસ ક્વોલિટી ટાઈમ ન વીતાવી શક્યા. 2 ડિસેમ્બરે બંને લગ્નગ્રંથીથી જોડાયા છે. કેટલાક દિવસો બાદ 8-9 ડિસેમ્બરે બંને મુકેશ અંબાણીની પુત્રી ઇશાની પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં નજરે ચડ્યા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે ઉદયપુરમાં સંગીત સમારોહમાં શામિલ થયા હતા. ત્યારબાદ હનીમૂન માટે ઓમાન ચાલ્યા ગયા હતા. હાલ તેઓ ત્યાં સમય પસાર કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપરાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો. તેમાં સમુદ્ર કિનારે રેતી પર NS(નિક જોનસ) અને PCJ લખેલું નજરે ચડી રહ્યુ છે. પ્રિયંકા અને નિકે હિંદુ અને ક્રિશ્ચિયન રીત રિવાજ સાથે લગ્ન કર્યા છે. 1 અને 2 ડિસેમ્બરે તેમણે લગ્ન કર્યા હતા.

પ્રિયંકાએ ક્રિશ્ચિયન લગ્નમાં દુનિયાનું સૌથી લાંબુ વેલ પહેર્યુ હતુ. આ અંગે પ્રિયંકાએ કહ્યુ હતુ કે હું કંઈક અલગ જ કરવાની ઈચ્છા રાખતી હતી. લાલ અને સફેદ ડ્રેસ બનાવી દુનિયાનો સૌથી લાંબો વેલ ઈચ્છતી હતી. અને મને તે મળ્યુ. મારા માટે આ યાદગાર પલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન