on social media video viral man fixes broken sink with noodles
  • Home
  • Featured
  • VIDEO: ખરો જુગાડુ હો! કાચી મેગીથી એવું કામ કરી બતાવ્યું કે કડિયો પણ વિચારતો રહી જાય

VIDEO: ખરો જુગાડુ હો! કાચી મેગીથી એવું કામ કરી બતાવ્યું કે કડિયો પણ વિચારતો રહી જાય

 | 1:04 pm IST

આ દુનિયામાં જુગાડુનો કોઈ પાર નથી. તમે પણ રોજબરોજની જિંદગીમાં ડગલે અને પગલે જુગાડુ જોતા હશો. બની શકે કે તમે પણ ક્યાંક જુગાડ કર્યો હોય. તો સોશિયલ મીડિયામાં એવા જ એક ખતરનાક જુગાડુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક શખ્સ નૂડલ્સથી કંઈક એવો કમાલ કરીને બતાવે છે કે જે જોઈને બધાને આશ્રર્ય થાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ કાચી મેગી લઈને કંઈક કરી રહ્યો છે. નૂડલ્સ લઈને આ માણસ બાથરૂમની તૂટેલી વોશ બેઝિન સાંધી રહ્યો છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બેઝિનનો આગળનો ભાગ તૂટેલો છે અને આ શખ્સે જોત જોતામાં તો મેગીના કાચા નૂડલ્સનો ઉપયોગ કરીને બેઝિન એકદમ સરસ રીતે સાંધી દીધી. જે ભાગ તૂટેલો હતો એ હવે બિલકુલ સાજો થતો દેખાઈ રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એટલે લોકોએ કોમેન્ટ પણ કરી છે. તો એમા અમુક કોમેન્ટ એવી છે કે જે સાંભળીને જુગાડુને ખોટુ લાગી જશે. એક માણસે એવી કોમેનટ કરી છે કે વીડિયો ફેક છે. કારણ કે નૂડલ્સથી કોઈ પર માટીની વસ્તુ ન સાંધી શકાય. તો કોઈએ વળી નૂડલ્સથી થતા નુકશાન વિશે પણ વાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન