રિલીઝના જ દિવસે તમિલરોકર્સે લીક કરી સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિલીઝના જ દિવસે તમિલરોકર્સે લીક કરી સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ

રિલીઝના જ દિવસે તમિલરોકર્સે લીક કરી સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ

 | 12:31 am IST

રજનીકાંતની ફિલ્મ પેટા રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ રજનીકાંતના પ્રશંસકોમાં ખુશીનો માહોલ છે. કેટલીક જગ્યાએ રજનીકાંતના પ્રશંસકોએ સવારે ચાર વાગ્યાનો સ્પેશિયલ શો જોયો હતો તો તેની ફિલ્મ જોવા માટે થિયેટરોમાં હરહંમેશની જેમ પડાપડી જોવા મળી હતી. જો કે ફિલ્મ મેકરોને સૌથી મોટો ઝટકો હેકર્સ તમિલ રોકર્સે આપ્યો છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તે ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી. રિલીઝના દિવસે જ તમિલરોકર્સે ફિલ્મને ઓનલાઇન લીક કરી દીધી છે. પેટા અનેક પાયરસી વેબસાઇટ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. તમિલ-હિન્દીમાં ફિલ્મને ઓનલાઇન લીક કરી દેતાં ફિલ્મમેકરોને લાખોનું નુકસાન સહન કરવુ પડશે.