સતત પાંચમા દિવસે કોરોનાનો એકેય શંકાસ્પદ કેસ ન નોંધાયો - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • સતત પાંચમા દિવસે કોરોનાનો એકેય શંકાસ્પદ કેસ ન નોંધાયો

સતત પાંચમા દિવસે કોરોનાનો એકેય શંકાસ્પદ કેસ ન નોંધાયો

 | 2:00 am IST

કોરોના વાઈરસને લઈ કચ્છ માટે રાહતની બાબત એ છે કે, છેલ્લા પાંચ દિવસથી એક પણ શંકાસ્પદ કેસ આરોગ્ય તંત્રનાં દફતરે નોંધાયો નથી. બુધવારનાં પણ એક પણ શંકાસ્પદ કેસ આવ્યો ન હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યંુ હતંુ. જોકે, તકેદારીનાં ભાગરૃપે ૪૫૧૯ લોકોને હોમ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીનાં જણાવ્યા પ્રમાણે આજે બુધવારનાં એક પણ કોરોનાનો શંકાસ્પદ દર્દી આવ્યો નથી, અત્યાર સુધી કુલ કુલ ૧૭ શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી ૧૬ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને એક માત્ર મહિલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યંુ હતંુ કે, ફેસિલિટી ક્વોરન્ટાઈન સ્થળમાં ૩૭ અને હોમ ક્વોરન્ટાઈન હેઠળ ૪૫૧૯ લોકો હોવાનું જણાવ્યંુ હતું.

દરમિયાન કોરોના મહામારીને ધ્યાને લઈ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસિસના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને શંકાસ્પદ તેમજ સંક્રમિત વ્યક્તિઓને સારવાર હેતુથી હોસ્પિટલ ખસેડવા સમયે લેવાના તકેદારીનાં પગલાંઓ જેમ કે, બાયો મેડિકલ કચરાનો નિકાલ કરવાની રીત, ઈન્ફેક્શન કન્ટ્રોલ, એમ્બ્યુલન્સનાં વાહનને અને પોતે કઈ રીતે સેનિટાઈઝ કરવું જેવી બાબતોની સમજણ આપવામાં આવી હતી. તદ્ઉપરાંત જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને વેન્ટિલેટર બાબતે તાલીમ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન