On the first ball, this child is the most 'strong' player Geoffrey Boycott out, video viral
  • Home
  • Featured
  • પહેલા જ બોલમાં આ બાળકે સૌથી ‘મજબૂત’ ખેલાડીને કરી દીધા આઉટ- જુઓ Video

પહેલા જ બોલમાં આ બાળકે સૌથી ‘મજબૂત’ ખેલાડીને કરી દીધા આઉટ- જુઓ Video

 | 9:12 am IST

ક્રિકેટ મેદાન લૉર્ડ્સ(lord’s cricket ground) પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે એશેજ સીરીજની બીજી ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. આ મેચમાં વિકેટનો વરસાદ થથો જોવા મળી રહ્યો છે. પહેલા ઓસ્ટ્રેલિયા બોલરોએ ઇંગ્લેન્ડને 258 રન પર સમેટી દીધુ અને હવે ઓસ્ટ્રેલિયાએ પણ 102 રન પર પાંચ વિકેટ ગુમાવી. વિકેટ પડવાનો સિલસિલો યથાવત છે.

જ્યારે મેદાનની અંદર વિકેટ પડી રહી છે ત્યારે મેદાનની બહાર એક બાળક મજબૂત અને દિગ્ગજ બેટ્સમેનને પહેલા બોલ પર હલાવી દીધા છે. જેનો વીડિયો આઇસીસીએ તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ બાળકનો બોલ અને તેના બોલ પર એક હાથથી પકડેલા કેચની દરેક જગ્યાએ વખાણ થઇ રહ્યા છે.

લોર્ડ્સની બહાર દિગ્ગજ બેટ્સમેન જ્યોફ્રે બાયકૉટ (Geoffrey Boycott)ની મૂર્તિ બેટિંગ કરતા પોઝિશનમાં મૂકી છે. ઇંગ્લેન્ડના આ બાળકેલ સરસ બોલિંગ કરી અને મૂર્તિના બેટને વચ્ચો વચ્ચ લાગી અને બોલ શોર્ટ લેગ પર ઉભેલા વ્યક્તિના હાથમાં ગઇ અને જેને માત્ર એક હાથથી કેચ પકડી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન