લો સાબિત થઇ ગયુ, કૈટરિના કેફની 'જાન' છે સલમાન ખાન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • લો સાબિત થઇ ગયુ, કૈટરિના કેફની ‘જાન’ છે સલમાન ખાન

લો સાબિત થઇ ગયુ, કૈટરિના કેફની ‘જાન’ છે સલમાન ખાન

 | 8:24 pm IST

5 જુને સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થવાની છે એ પહેલા સલમાનનો કૈટરિના પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે. તેમજ કલાકારો અત્યારે ફિલ્મના પ્રમોશન માટે જોરદાર મહેનત કરી રહ્યા છે. શુક્રવારે આ ફિલ્મનું સોંગ ‘જિંદા’ રિલીઝ કરવા માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મહેમાન તરીકે સલમાન ખાન અને કેટરિના હાજર રહ્યા હતા.

ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે, આ ફિલ્મમાં અમે બધાએ ખૂબ જ મહેનત કરી છે. એટલા પૂરતું સિમિત ન રાખતા સમલાનનો મીડિયા સામે કેટરિના પ્રેમ ઉભરાઈ આવ્યો. અને કેટરિના વિશે સલમાન ખાને કહ્યું કે, તમે જોઈ લેજો આ ફિલ્મ માટે કેટરિનાને નેશનલ એવોર્ડ મળશે. ત્યાં હાજર રહેલા મીડિયા કર્મીઓએ કૈટરિનાને ફિલ્મ વિશે સવાલ કરતા જ્યારે સલમાનને ભાઈજાન કહ્યું ત્યારે સલમાન ખાને કહ્યું કે હું તમારો ભાઈજાન છું એમનો (કૈટરિનાનો) નહીં.

સલમાને જ્યારે આ વાત કરી ત્યારે ત્યાં હાજર બધા લોકો હસી પડ્યાં હતા. આગળ જ્યારે પૂછવામાં આવ્યું કે તો પછી કૈટરિના સલમાનને શું કહીને બોલાવે. તો સલમાને જવાબ આપતા જણાવ્યું કે એ મને ‘મેરી જાન’ કહીને બોલાવી શકે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેઈલર youtube પર આવી ગયું છે અને એમાં જોઈ શકાય છે કે ભાઈજાન અલગ અલગ 5 લૂકમાં જોવા મળી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન