શિવલિંગ પર કઇ વસ્તુનો અભિષેક કરવાથી મહાદેવ થાય છે પ્રસન્ન - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • શિવલિંગ પર કઇ વસ્તુનો અભિષેક કરવાથી મહાદેવ થાય છે પ્રસન્ન

શિવલિંગ પર કઇ વસ્તુનો અભિષેક કરવાથી મહાદેવ થાય છે પ્રસન્ન

 | 1:33 am IST

શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવનો મહિનો માનવામાં આવે છે કે ભગવાન શિવનું શિવલિંગ એટલું પવિત્ર હોય છે કે તેની પૂજાથી તમારી આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલે કે એક સંપૂર્ણ વિશ્વના દેવ માનવામાં આવે છે. ભગવાન શિવ પાસે દરેક મુશ્કેલીનું નિવારણ રહેલું છે. તેથી પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવામાં આવે છે.

ભગવાન શિવની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે, શિવલિંગની પૂજા અભિષેક કરીને કરી શકાય છે. અભિષેક માટે શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શિવલિંગ પર જો આ વસ્તુનો અભિષેક કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે, આવો તે વસ્તુ વિશે માહિતી મેળવીએ…

શેરડીનો રસ

માનવામાં આવે છે, કે શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરવાથી નાણાકીય સમસ્યા દૂર થાય છે.

અત્તર

ભગવાન શિવને અત્તર અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે, તેનાથી જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.

મધ

શિવલિંગ પર મધ અર્પણ કરવાથી સારા આરોગ્યના આશિષ પ્રાપ્ત થાય છે.

ઘી

શિવલિંગ પર ઘી લગાવવાથી સંતાનોને લાભ થાય છે, તેઓ સ્વાસ્થ અને બુદ્ધિશાળી થાય છે.

સરસિયાનું તેલ

ધાર્મિક વેદ શાસ્ત્રો મુજબ જો તમે શિવલિંગ પર સરસિયાના તેલનો અભિષેક કરો છો, તો તમને સારું ફળ પ્રાપ્ત થશે.

દૂધ અને ગંગા જળ

શિવલિંગને દૂધ અને ગંગા જળથી સ્નાન કરાવવાથી તમારો આત્મા સાફ થશે, અને ચિંતાઓ દૂર થશે.

[email protected]