On the first day of becoming CM, Bhupendra Patel called a meeting
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • CM બન્યાના પહેલાં જ દિવસે ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, સૌરાષ્ટ્રમાં વરસાદની સમીક્ષા કરી બચાવ-રાહત કામગીરીના આપ્યા આદેશ

CM બન્યાના પહેલાં જ દિવસે ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, સૌરાષ્ટ્રમાં વરસાદની સમીક્ષા કરી બચાવ-રાહત કામગીરીના આપ્યા આદેશ

 | 5:02 pm IST
  • Share

આજે શપથ લઈને ભૂપેન્દ્ર ભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. ત્યારે પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર-રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને બચાવ તેમજ રાહત કામગીરી કરી હતી.

સાથે જ માહિતી મળી રહી છે કે પાણીમાં ફસાયેલા લોકોને NDRFની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી-2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે NDRFની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી. તેમજ માહિતી સામે આવી રહી છે કે આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીના ઓ એસ ડી શ્રી ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો