on-their-1st-wedding-anniversary-anushka-sharma-to-head-to-australia-to-spend-time-with-virat-kohli
  • Home
  • Featured
  • Photos: પહેલી મેરેજ એનીવર્સરીને ખાસ બનાવવા ઓસ્ટ્રેલિયા જશે ‘વિરૂષ્કા’

Photos: પહેલી મેરેજ એનીવર્સરીને ખાસ બનાવવા ઓસ્ટ્રેલિયા જશે ‘વિરૂષ્કા’

 | 12:30 pm IST

બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના લગ્નને ટૂંક સમયમાં એક વર્ષ પુરૂ થઈ જશે. બંને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સારી રીતે બેલેન્સ કરી રહ્યા છે. કપલ હંમેશા ખાસ અવસર પર સાથે સમય વિતાવતા નજરે ચડે છે. હવે અનુષ્કા અને વિરાટ પોતાના આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવવા ઓસ્ટ્રેલિયા જવાના છે.

આપને જણાવી દઈએ કે 11 ડિસેમ્બર 2017ના આ કપલ લગ્નકરીને હંમેશ માટે એક થયા હતા. હાલ અનુષ્કા તેની આગામી ફિલ્મ ઝીરોના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક રિપોર્ટ અનુસાર આ ખાસ અવસરનું પ્લાનીંગ અનુષ્કા ક્યારની કરી ચુકી છે. ઝીરોની ટીમને પણ આ વાતની જાણ છે કે અનુષ્કા માટે આ દિવસ કેટલો મહત્વનો છે.

વિરાટ કોહલી હાલ ઓસ્ટ્રેલિયા છે અને પોતાની મેરેજ એનીવર્સરી પર પણ ત્યાંજ રહેશે તો અનુષ્કા ઓસ્ટ્રેલિયા વિરાટ સાથે સમય વીતાવશે. સેલિબ્રેશન બાદ અનુષ્કા પરત આવી જશે. ખૂબજ વ્યસ્ત હોવા છતા આ કપલ એકબીજા સાથે સમય પસાર કરશે.

વિરાટના જન્મદિવસને પણ અનુષ્કાએ ખુબજ ખાસ રીતે મનાવ્યો હતો. 5 નવેમ્બરે વિરાટનો જન્મદિવસ અનુષ્કાએ પરિવાર સાથે દેહરાદૂનમાં મનાવ્યો હતો. આ દિવસે તેમના ગુરૂ અનંત બાબાએ ખાસ પૂજા અર્ચના કરી હતી.

અનુષ્કાની આગામી ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન સાથે મુખ્ય ભૂમિકા કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ચુક્યુ છે. શાહરૂખ ખાનના જન્મદિવસ એટલે કે 2 નવેમ્બરે રિલીઝ થયેલા ટ્રેલરને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાને ઠીંગણા શખ્સની ભૂમિકા કરી છે આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. વિરાટની વાત કરીએતો 21 નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલા ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમના કેપ્ટનની જવાબદારી નિભાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન